પીડિતોની ઓળખ મનોજ(30), તેમની પત્ની સુમન (28) અને પાંચ તથા ત્રણ વર્ષની બે છોકરીઓ તરીકે થઇ
નવી દિલ્હી
દિલ્હીના શાહદરાના શાસ્ત્રી નગર વિસ્તારમાં ગુરુવારે સવારે એક રહેણાંક ઇમારતમાં ભીષણ આગ લાગતાં ગુંગળામણને લીધે બે બાળકો અને એક દંપતી સહિત કુલ 4 લોકોના મોત નીપજ્યાં છે. એક અધિકારીએ જણાવ્યું કે પીડિતોની ઓળખ મનોજ(30), તેમની પત્ની સુમન (28) અને પાંચ તથા ત્રણ વર્ષની બે છોકરીઓ તરીકે થઇ હતી.
પોલીસે કહ્યું કે અમને સવારે 05:20 વાગ્યે શાહદરાના શાસ્ત્રી નગર વિસ્તારમાં ભીષણ આગ લાગવાની માહિતી મળી હતી. આ મામલે ફાયરબ્રિગેડને જાણકારી આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ચાર ફાયરબ્રિગેડના વાહનો, એમ્બ્યુલન્સ તથા પીસીઆર વાન ઘટનાસ્થળે મોકલી દેવાઈ હતી.
Total Visiters :92 Total: 1487903