ટોળાએ મંત્રીને ઉમેદવારી માટે કલેક્ટર કચેરીમાં પ્રવેશવા ન દીધા

Spread the love

1991માં હુકુમદેવ નારાયણ યાદવ ફરીથી સીતામઢી બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરવા આવતા ટોળું વિફર્યું અને નેતાના કપડા પણ ફાડી નાખ્યા

નવી દિલ્હી

લોકસભાની ચૂંટણીની નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી અને વિવાદ અને નેતાઓના કિસ્સાઓ પ્રકાશિત થઈ રહ્યા છે. આવો જ એક કિસ્સો બન્યો હતો જ્યારે ટોળાએ મંત્રી પર એટલો ગુસ્સો કર્યો કે તેઓએ ઉમેદવારી નોંધાવવા માટે જિલ્લા કલેક્ટર કચેરીમાં પ્રવેશવા પણ ન દીધા અને તેમના કપડાં પણ ફાડી નાખ્યા હતા.

વાત 1991ની છે જ્યારે દેશમાં 10મી લોકસભાની ચૂંટણી મે-જૂનમાં યોજાવાની હતી. આ મધ્યસત્ર ચૂંટણી હતી કારણ કે 1989ની ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીઓ બાદ વીપી સિંહે અગાઉ ભાજપની મદદથી રાષ્ટ્રીય મોરચાની સરકાર બનાવી હતી. આ સરકારનું જનતા દળ નેતૃત્વ કરી રહ્યું હતું. મંડલ કમિશનની ભલામણો લાગુ કર્યા બાદ અને ઓબીસીને 27 ટકા અનામત આપ્યા બાદ ભાજપે દેશભરમાં રામ મંદિરના નિર્માણ માટે આંદોલન શરૂ કર્યું હતું. તત્કાલીન ભાજપ અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધી રામ રથયાત્રા કાઢી હતી. જ્યારે અડવાણીની યાત્રા બિહારના સમસ્તીપુર પહોંચી ત્યારે લાલુ યાદવની જનતા દળ સરકારે ભાજપ નેતાની ધરપકડ કરી લીધી હતી. આનાથી નારાજ ભાજપે જનતા દળના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર એટલે કે વીપી સિંહની સરકાર પર નિશાન સાધ્યું હતું અને પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું હતું. આ કારણે વીપી સિંહની સરકાર પડી ગઈ હતી.

આ પછી, ચંદ્રશેખર 1990ની નવેમ્બરે કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના સમર્થનથી વડાપ્રધાન બન્યા હતા. નોંધનીય છે કે ચંદ્રશેખરે થોડા દિવસો પહેલા 64 સાંસદો સાથે જનતા દળથી અલગ થઈને નવી સમાજવાદી જનતા પાર્ટીની રચના કરી હતી. હજુ તો ચંદ્રશેખરની સરકારે માત્ર ત્રણ મહિના અને 24 દિવસ પૂરા કર્યા હતા ત્યાં જ કોંગ્રેસ, જેણે સરકારને બહારથી ટેકો આપ્યો હતો, તેણે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પર જાસૂસી કરવાનો આરોપ લગાવીને પોતાનો ટેકો પાછો ખેંચી લીધો હતો. જેના કારણે ચંદ્રશેખર સરકારે બહુમતી ગુમાવવી દીધી હતી અને ચંદ્રશેખરે 1991ની છઠ્ઠી માર્ચે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ પછી દેશમાં દસમી લોકસભા માટે ચૂંટણીનું બ્યુગલ વાગ્યું હતું.

ચંદ્રશેખરની સાથે, જનતા દળમાંથી સમાજવાદી જનતા પાર્ટીમાં પક્ષ પલટો કરનારાઓમાં હુકુમદેવ નારાયણ યાદવ પણ હતા, જેઓ 1989માં બિહારના સીતામઢીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. ચંદ્રશેખરે  યાદવને કાપડ મંત્રી બનાવ્યા હતા. જો કે જ્યારે 1991માં જ્યારે ફરીથી ચૂંટણીઓ થઈ રહી હતી, ત્યારે હુકુમદેવ નારાયણ યાદવ ફરીથી સીતામઢી બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરવા આવ્યા હતા, પરંતુ તેમને કલેક્ટર કચેરી પરિસરમાં જ જનતાના ભારે વિરોધ અને આક્રોશનો સામનો કરવો પડ્યો હતો. એવું પણ કહેવામાં આવે છે કે તે સમયે લોકો યાદવથી એટલા નારાજ હતા કે તેમને નામાંકન ભરવા જિલ્લા કલેક્ટર કચેરીમાં પ્રવેશવા ન દીધા હતા અને તેમના કપડાં પણ ફાડી નાખ્યા હતા. લોકોના ટોળાએ તેમનું ધોતિયું પણ ઉતારી નાખ્યું હતું. આ દરમિયાન ત્યારે લોકોએ સૂત્રોચ્ચાર કર્યો હતો કે ‘જબ જનતા કા જોશ જાગા, ભારત કા વસ્ત્ર મંત્રી નિર્વસ્ત્ર હોકર ભાગા.

ખરેખર લોકો એટલા માટે પણ હુકુમદેવ નારાયણ યાદવથી નારાજ હતા કારણ કે 1989માં જીતીને દિલ્હી ગયા બાદ તેઓ પોતાના સંસદીય મતવિસ્તારને ભૂલી ગયા હતા. બે વર્ષ પહેલા જ્યારે તેઓ જનતા દળની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે લોકોએ તેમને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. ત્યારે યાદવને કુલ 3 લાખ 35 હજાર 796 વોટ મળ્યા હતા. તેમણે ચૂંટણીમાં કોંગ્રેસના કદાવર નેતા અને ત્રણ વખત સાંસદ નાગેન્દ્ર યાદવને હરાવ્યા હતા.

Total Visiters :93 Total: 1479949

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *