વિશ્વની સૌથી પસંદગીની મીઠાઈમાં ભારતની રસમલાઈ બીજા ક્રમે

પોલેન્ડની સેર્નિક મીઠાઇએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પોલેન્ડની સેર્નિક દહી,પનીર,ઇંડા અને ખાંડમાંથી તૈયાર કરવામાં આવે છે

ન્યૂયોર્ક

ભારતમાં મીઠાઇઓની ભરમાર જોવા મળે છે. દુનિયાની સૌથી વધુ પસંદ કરાતી ૧૦ મીઠાઇઓમાં ભારતની રસ મલાઇ બીજા ક્રમે આવી છે. જયારે પોલેન્ડની સેર્નિક મીઠાઇએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પોલેન્ડની સેર્નિક દહી,પનીર,ઇંડા અને ખાંડમાંથી તૈયાર કરવામાં આવે છે. ગ્રીસની મલાઇદાર સ્થાનિક મીઠાઇ સફાકિયોનોપિટાને ત્રીજું સ્થાન મળ્યું હતું. આ મીઠાઇને શહદ અને દાલચીની સાથે પીરસવામાં આવે છે. ટેસ્ટ એટલસના સર્વશ્રેષ્ઠ મિઠાઇ લિસ્ટમાં સ્વાદિષ્ટ વ્યંજન રસમલાઇના ખૂબ વખાણ કરવામાં આવ્યા છે. 

 સ્વાદિષ્ટ વ્યંજન રસમલાઇ કેસરયુકત દુધની ચાસણીમાં ભેળવીને પિરસવામાં આવે છે. આ મીઠાઇમાં સફેદ ક્રીમ, ચીની, દૂધ એક પ્રકારના પનીર અને ઇલાયચીનો હળવો સ્વાદ હોય છે. રસ મલાઇને કેસર,કાજુ અને બદામથી સજાવવામાં આવે છે. હોળી, દુર્ગા પૂજા, અને દિવાળી જેવા ઉત્સવોમાં રસ મલાઇનું વિશેષ આકર્ષણ રહે છે. યાદીમાં વિશ્વમાં ટોપ ટેન પનીર ડેસર્ટમાં ન્યૂયોર્ક શૈલી ચીજ કેક, જાપાની ચીજકેક, બાસ્ક ચીજકેક, રોકોસ્જી ટુરોસ, મેલોપિટા, કાસેકુચેન અને મીસા રેજીનો સમાવેશ થતો હતો. 

Total Visiters :176 Total: 1488300

By Admin

Leave a Reply