અનુભવી ભારતીય ઝડપી બોલર શમીએ તાજેતરમાં જ પોતાના જમણી એડીની સમસ્યા માટે સફળતાપૂર્વક સર્જરી કરાવી છે અને અત્યારે સાજા થઈ રહ્યા છે
નવી દિલ્હી
આઈપીએલ 2024 માટે લગભગ તમામ તૈયારીઓ થઈ ગઈ છે. ટીમોએ સંપૂર્ણ રીતે પોતાની સ્કવોડને તૈયાર કરી લીધી છે. સીઝનની પહેલી મેચ 22 માર્ચે રમાશે. એમએસ ધોનીની કેપ્ટનશિપવાળી ચેન્નઈ સુપર કિંગ્સની મેચ ફાફ ડુ પ્લેસિસ અને સ્ટાર વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુથી થશે. આ મેચ માટે બંને ટીમ ચેન્નઈમાં હાજર છે. આ દરમિયાન ગુજરાત ટાઈટન્સે પણ પોતાની તૈયારીઓ કરી લીધી છે અને સીઝન શરૂ થયા પહેલા જ ઈજાગ્રસ્ત મોહમ્મદ શમીના રિપ્લેસમેન્ટનું એલાન પણ કરી દીધુ છે. શમી જે વર્લ્ડ કપ દરમિયાન થયેલી ઈજાના કારણે આ પૂરી સીઝનથી બહાર થઈ ચૂક્યા છે અને તેમને સર્જરી કરાવવી પડી હતી.
આઈપીએલ 2024 શરૂ થયાના બે દિવસ પહેલા એટલે કે બુધવારે 20 માર્ચે ગુજરાત ટાઈટન્સે પોતાના સ્કવોડમાં પરિવર્તન કર્યુ અને સંદીપ વારિયરનું નામ જાહેર કર્યુ. સંદીપ આઈપીએલ 2024માં શમીનું સ્થાન લેશે. અનુભવી ભારતીય ઝડપી બોલર શમીએ તાજેતરમાં જ પોતાના જમણી એડીની સમસ્યા માટે સફળતાપૂર્વક સર્જરી કરાવી છે અને અત્યારે સાજા થઈ રહ્યા છે. તેમના સ્થાને રમનાર સંદીપ વારિયરે અત્યાર સુધી 5 આઈપીએલ મેચ રમી છે. તેમને ગુજરાત ટાઈટન્સે પોતાના સ્કવોડમાં 50 લાખ રૂપિયામાં સામેલ કર્યા છે. સંદીપના આઈપીએલ રેકોર્ડ પર એક નજર નાખીતો તેમણે 5 મેચોમાં માત્ર બે જ વિકેટ પ્રાપ્ત કરી છે. જોકે વારિયરને આઈપીએલમાં વધુ તક મળી નથી. તેમણે કેકેઆર માટે આઈપીએલમાં રમ્યા છે. આ સિવાય તે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનો પણ ભાગ રહી ચૂક્યા છે. ઘરેલુ ક્રિકેટમાં તેઓ કેરળ માટે રમે છે.
ગુજરાત ટાઈટન્સ આ વખતે નવા કેપ્ટન શુભમન ગિલની અધ્યક્ષતામાં રમશે. ગિલ પર બેટિંગની સાથે-સાથે કેપ્ટનશિપનું પણ પ્રેશર હશે. દરમિયાન ટીમમાં એક અનુભવી બોલર શમીની ખોટ વર્તાશે. શમી આઈપીએલ 2023માં સીઝન માટે લીડ વિકેટ લેનાર બોલર રહ્યા હતા. દરમિયાન શમીના સ્થાને શુભમન ગિલ કયા બોલરને રમવાની તક આપશે એ જોવુ ખૂબ રસપ્રદ હશે.
આઈપીએલ 2024 માટે ગુજરાત ટાઈટન્સની ટીમ
શુભમન ગિલ(કેપ્ટન), કેન વિલિયમસન, અભિનવ મનોહર, ડેવિડ મિલર, મેથ્યૂ વેડ(વિકેટકીપર), વિજય શંકર, જયંત યાદવ, રિદ્ધિમાન સાહા(વિકેટકીપર), રાશિદ ખાન, જોશ લિટલ, નૂર અહેમદ, રાહુલ તિવેટિયા, દર્શન નાલકંડે, આર સાઈ કિશોર, બી સાઈ સુદર્શન, મોહિત શર્મા, અજમતુલ્લાહ ઉમરજઈ, ઉમેશ યાદવ, શાહરુખ ખાન, સુશાંત મિશ્રા, કાર્તિક ત્યાગી, માનવ સુથાર, સ્પેન્સર જ્હોનસન, રોબિન મિંજ, સંદીપ વારિયર.