વિશ્વકર્માના જૈસલ્યા ગામમાં આગની લપેટમાં આવનારા લોકોમાં 3 બાળકો પણ સામેલ
જયપુર
જયપુરના વિશ્વકર્મામાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ. અહીં એક મકાનમાં ભીષણ આગ લાગતાં 5 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. વિશ્વકર્માના જૈસલ્યા ગામમાં આગની લપેટમાં આવનારા લોકોમાં 3 બાળકો પણ સામેલ હતા. જોકે આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ કોઈ ખુલાસો થયો નથી. તમામ મૃતકો બિહારના વતની હોવાની માહિતી મળી રહી છે. પોલીસે એફએસએલ ટીમને ઘટનાસ્થળે બોલાવી હતી.
જૈસલ્યા ગામમાં મધુબની બિહારનો એક પરિવાર ભાડે રહેતો હતો. માહિતી અનુસાર રાતે જ્યારે પરિવારના લોકો સૂતા હતા તે સમયે જ આગ લાગી હતી. તેમને બહાર નીકળવાની તક પણ ના મળી. આગથી બચવા તેઓ એક ખૂણામાં છુપાઈ ગયા હતા. જ્યાં જીવતા જ ભડથું થઇ ગયા.
Total Visiters :114 Total: 1469468