ઈન્ડિયન ઓઇલનું ‘સ્ટોર્મ-અલ્ટીમેટ રેસિંગ ફ્યુઅલ’ ‘ઓફિશિયલ ફ્યુઅલ પાર્ટનર’ તરીકે થાઇલેન્ડમાં એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશિપને વેગ આપે છે

Spread the love

ભારતની ઉર્જા ક્ષેત્રની અગ્રણી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે તેના તદ્દન નવા અને સર્વોત્તમ ક્ષમતા ધરાવતા ફ્યુઅલ , ‘સ્ટોર્મ-અલ્ટીમેટ રેસિંગ ફ્યુઅલ’ સાથે એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશિપ (એઆરઆરસી)-2024માં ઓફિશિયલ ફ્યુઅલ પાર્ટનર તરીકે ભવ્ય પદાર્પણ કર્યું હતું. સ્ટોર્મે થાઇલેન્ડના બુરિરામમાં ચાંગ ઇન્ટરનેશનલ સર્કિટ ખાતે ચેમ્પિયનશિપના પ્રારંભિક રાઉન્ડ દરમિયાન તમામ રેસિંગ બાઇકોને ઈંધણ પૂરું પાડ્યું હતું. એઆરઆરસી ચેમ્પિયનશિપ થાઇલેન્ડ, ચીન, જાપાન, ઇન્ડોનેશિયા, મલેશિયામાં પ્રવાસ કરશે અને તેનો અંતિમ તબક્કો થાઇલેન્ડમાં યોજાશે.
ઇન્ડિયનઓઇલ એ એકમાત્ર ભારતીય ઊર્જા કંપની છે જેને તમામ એઆરઆરસી ઇવેન્ટ્સમાં ભાગ લેનારી બાઇકોને ત્રણ વર્ષના સમયગાળા માટે ‘સ્ટોર્મ- અલ્ટિમેટ રેસિંગ ફ્યુઅલ’ પૂરું પાડવા ચેમ્પિયનશિપના સત્તાવાર ફ્યુઅલ પાર્ટનરતરીકે આ સન્માન પ્રાપ્ત થયું છે. ઉચ્ચસ્તરીય રેસિંગ પ્રતિભા માટે પ્રખ્યાત, એઆરઆરસીએ અગ્રણી રેસિંગના ચાહકો સાથે ઇન્ડિયન ઓઇલની ભાગીદારીને ઉત્સાહપૂર્વક આવકારી હતી, જેનાથી મોટરસ્પોર્ટ ક્ષેત્રમાં વિશ્વસનીય ફ્યુઅલ પાર્ટનર તરીકે ઇન્ડિયન ઓઇલનું સ્થાન મજબૂત થયું હતું.
ઇન્ડિયન ઓઇલના સ્ટોર્મના પરફોર્મન્સની વિશ્વભરની પ્રતિષ્ઠિત રેસિંગ ટીમો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. પ્રખ્યાત ટીકેકેઆર બીએમડબ્લ્યુ રેસિંગ ટીમના ટીમ મેનેજરે જણાવ્યું હતું કે, ” સ્ટોર્મનો ઉપયોગ કરવાનો અનુભવ અત્યંત અદભૂત રહ્યો હતો, તેના કારણે રેસિંગ બાઈકની ઝડપમાં નોંધપાત્ર વધારો થયો હતો. ગયા વર્ષે, આ જ સર્કિટમાં માત્ર ગણતરીની બાઇક્સ 300 કિમી/કલાકની ઝડપે પહોંચી શકી હતી, પરંતુ આ વર્ષે ઇન્ડિયન ઓઇલના સ્ટોર્મે દરેક રેસર બાઇકને 300 કિમી/કલાકની ઝડપે પહોંચાડી હતી”.

સ્ટોર્મ- અલ્ટિમેટ રેસિંગ ફ્યુઅલને ઉચ્ચ-કાર્યક્ષમતા ધરાવતા ગેસોલિન તરીકે વિકસાવવામાં આવ્યું છે, જે એન્ડ્યુરો, ટ્રાયલ, સર્કિટ રેસિંગ, મોટોક્રોસ અને સુપરમોટો, ક્રોસ-કન્ટ્રી, ઇ-બાઇક અને ટ્રેકરેસિંગ સહિત વિવિધ રેસિંગ સર્કિટની સખત માંગ માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. આ વિશિષ્ટ ફ્યુઅલ એફઆઈએમ કેટેગરી 2 રેસ ફ્યુઅલની જરૂરિયાતોને પૂર્ણ કરે છે, જે સ્વિટ્ઝર્લેન્ડની એફઆઇએમ દ્વારા માન્ય મેસર્સ ઇન્ટરટેકની માન્યતા ધરાવે છે અને આ સ્પર્ધાઓ સાથે જોડાયેલાં મોટરબાઇકના તમામ વર્ગોની જરૂરિયાતો પૂર્ણ કરેછે.
એઆરઆરસી તરીકે જાણીતી એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશિપ, એશિયા-પેસિફિક ક્ષેત્રની સૌથી પ્રતિષ્ઠિત અને સ્પર્ધાત્મક ટુ-વ્હીલ્ડ રેસિંગ શ્રેણીઓમાંની એક છે. સુપર બાઇક 1000, સુપર સ્પોર્ટ્સ 600, પ્રોડક્શન 250, અંડરબોન 150 અને ટીવીએસ એશિયા વનમેક જેવી વિવિધ કેટેગરીમાં ફેલાયેલી એઆરઆરસી, એશિયા-પેસિફિકમાં સ્પર્ધાત્મક રેસિંગના શિખરનું પ્રતિનિધિત્વ કરે છે. આંતરરાષ્ટ્રીયસ્તરે
‘સ્ટોર્મ- અલ્ટિમેટ રેસિંગ ફ્યુઅલ’નું આગમન કડક આંતરરાષ્ટ્રીય ધારાધોરણોનું પાલન કરીને વિશિષ્ટ ઇંધણનું ઉત્પાદન કરવામાં ઇન્ડિયન ઓઇલની નવીનતા અને કુશળતામાં નોંધપાત્ર પ્રગતિનું પ્રતીક છે.

Total Visiters :349 Total: 1469260

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *