દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત 15 મહિનાના લાંબા વિરામ બાદ આઈપીએલ 2024માં વાપસી કરી રહ્યો છે
જયપુર
ક્રિકેટની સૌથી લોકપ્રિય ક્રિકેટ ટુર્નામેન્ટ આઈપીએલનો રોમાંચ ચરમસીમાએ છે. આ ફટાફટ ક્રિકેટમાં એક પછી એક રેકોર્ડ તુટી રહ્યા છે. મેદાન પર ક્રિકેટરોની સાથે દર્શકોનો ઉત્સાહ પણ જોવાલાયક હોય છે. જો કે ક્રિકેટમાં ઘણી વખત એવું બનતું હોય છે કે બેટર કે બોલર પોતાના ગુસ્સા પર કાબુ રાખી શક્તા નથી અને ન કરવાનું કરી બેસે છે ત્યારે સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો કદાચ એ દ્રશ્ય ન જોઈ શકે પણ સોશિયલ મીડિયામાં આવી મોમેન્ટ કેપ્ચર થઈ જાય છે. આવો જ એક વીડિયો હાલ પંતનો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે બેટને ગુસ્સાથી દિવાલમાં ફટકારે છે.
ભારતીય વિકેટ કિપર અને દિલ્હીનો કેપ્ટન ઋષભ પંત 15 મહિનાના લાંબા વિરામ બાદ આઈપીએલ 2024માં વાપસી કરી રહ્યો છે. જો કે તે પોતાના ફોર્મ માટે સંઘર્ષ કરી રહ્યો છે. આ લીગમાં અત્યાર સુધી રમાયેલી બે મેચમાં તેને સારી શરૂઆત મળી પરંતુ તે તેને મોટી ઇનિંગ્સમાં કનવર્ટ ન કરી શક્યો. પંજાબ સામેની પ્રથમ મેચમાં તે 18 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે ગુરુવારે રાજસ્થાન સામેની બીજી મેચમાં તેણે 28 રન બનાવ્યા હતા. મોટો સ્કોર ન બનાવવાની હતાશા દિલ્હીના કેપ્ટનના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી.
https://platform.twitter.com/embed/Tweet.html?dnt=false&embedId=twitter-widget-0&features=eyJ0ZndfdGltZWxpbmVfbGlzdCI6eyJidWNrZXQiOltdLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X2ZvbGxvd2VyX2NvdW50X3N1bnNldCI6eyJidWNrZXQiOnRydWUsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdHdlZXRfZWRpdF9iYWNrZW5kIjp7ImJ1Y2tldCI6Im9uIiwidmVyc2lvbiI6bnVsbH0sInRmd19yZWZzcmNfc2Vzc2lvbiI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfZm9zbnJfc29mdF9pbnRlcnZlbnRpb25zX2VuYWJsZWQiOnsiYnVja2V0Ijoib24iLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X21peGVkX21lZGlhXzE1ODk3Ijp7ImJ1Y2tldCI6InRyZWF0bWVudCIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfZXhwZXJpbWVudHNfY29va2llX2V4cGlyYXRpb24iOnsiYnVja2V0IjoxMjA5NjAwLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X3Nob3dfYmlyZHdhdGNoX3Bpdm90c19lbmFibGVkIjp7ImJ1Y2tldCI6Im9uIiwidmVyc2lvbiI6bnVsbH0sInRmd19kdXBsaWNhdGVfc2NyaWJlc190b19zZXR0aW5ncyI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdXNlX3Byb2ZpbGVfaW1hZ2Vfc2hhcGVfZW5hYmxlZCI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdmlkZW9faGxzX2R5bmFtaWNfbWFuaWZlc3RzXzE1MDgyIjp7ImJ1Y2tldCI6InRydWVfYml0cmF0ZSIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfbGVnYWN5X3RpbWVsaW5lX3N1bnNldCI6eyJidWNrZXQiOnRydWUsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdHdlZXRfZWRpdF9mcm9udGVuZCI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9fQ%3D%3D&frame=false&hideCard=false&hideThread=false&id=1773537905920630855&lang=gu&origin=https%3A%2F%2Fwww.gujaratsamachar.com%2Fnews%2Fsports%2Frishabh-pant-lost-his-temper-in-rr-vs-dc-match-hit-the-bat-on-the-wall-in-anger-video-viral&sessionId=1077ead74b20b7b16aacc7b65594baa5f4ffc889&siteScreenName=gujratsamachar&theme=light&widgetsVersion=2615f7e52b7e0%3A1702314776716&width=550px રાજસ્થાન સામેની મેચમાં પંત જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે દિલ્હીની ટીમે સતત બે વિકેટ ગુમાવી દીધી હતી. જોકે તેણે ડેવિડ વોર્નર સાથે ઇનિંગ્સને સંભાળી હતી. પરંતુ તેણે વધુ ઝડપથી રન બનાવાના પ્રયાસમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. પંતનો આઉટ થયા બાદ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ગુસ્સામાં દિવાલ પર બેટ ફટકારતા જોવા મળી રહ્યો છે. ઋષભે 28 રનની ઈનિંગમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. પંત જ્યારે મેદાન છોડીને પેવેલિયન તરફ પરત ફરી રહ્યો હતો ત્યારે તેણે મેદાનની બહાર જઈને ગુસ્સાથી બેટને જોરથી દિવાલ પર ફટકાર્યું હતું. આ ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.