આરજેડી 26, કોંગ્રેસ 9, ડાબેરી 5 બેઠકો પર ચૂંટણી લડશે

ડાબેરી પક્ષોમાં બેગુસરાયની એક બેઠક સીપીઆઈને અને ખગરીયાની એક બેઠક સીપીઆઈ(એમ)ને આપવા પર સહમતિ બની

પટના

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બિહારમાં મહાગઠબંધન હેઠળ બેઠકોની વહેંચણી કરવામાં આવી છે.  આરજેડી નેતા અબ્દુલ બારી સિદ્દીકી સહિત કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના નેતાઓએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે બેઠકોની સમજૂતી થઈ ગઈ છે.

લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાનને હવે થોડા દિવસો રહ્યા છે ત્યારે મહાગઠબંધન હેઠળ બેઠકોની વહેંચણીને લઈને બિહારમાં કોકડું ગુચવાયું હતું. જો કે આખરે આજે બિહારમાં બેઠકોની વહેંચણી મુદ્દે સમજૂતી થઈ ગઈ છે. જેમાં 40 બેઠકોમાંથી આરજેડી 26 બેઠકો પર, કોંગ્રેસ 9 અને ડાબેરી પક્ષો 5 બેઠકો પર ચૂંટણી લડશે. ડાબેરી પક્ષોમાં બેગુસરાયની એક બેઠક સીપીઆઈને અને ખગરીયાની એક બેઠક સીપીઆઈ(એમ)ને આપવા પર સહમતિ બની છે. જ્યારે, સીપીઆઈ (એમએલ)ને ત્રણ બેઠકો નાલંદા, અરાહ અને કરકટ આપવામાં આવી છે.

કોંગ્રેસને પૂર્ણિયા બેઠક મળતા જ સ્પષ્ટ થઈ ગયું કે હવે પપ્પુ યાદવ માટે અહીંથી ચૂંટણી લડવી અશક્ય છે. ઉલ્લેખનીય છે કે પપ્પુ યાદવ વારંવાર આ બેઠક પરથી ચૂંટણી લડવાની વાત કરી રહ્યા હતા. તેણે કહ્યું હતું કે તે દુનિયા છોડી શકે છે પરંતુ પૂર્ણિયા બેઠક નહીં. બેઠકોની વહેંચણી બાદ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે પપ્પુ યાદવ પૂર્ણિયાથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે. આ ઉપરાંત બેગુસરાય બેઠક સીપીઆઈના ફાળે ગઈ છે, તેથી કોંગ્રેસ નેતા કન્હૈયા કુમારની અહીંથી ચૂંટણી લડવાની આશા હવે સમાપ્ત થઈ ગઈ છે.

Total Visiters :148 Total: 1487924

By Admin

Leave a Reply