રાજનાથના અધ્યક્ષપદે ભાજપની 27 સભ્યોની મેનિફેસ્ટો કમિટી

નાણા મંત્રી સીતારમણ સંયોજક અને ગોયલ સહ-સંયોજક, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલને મહત્વની જવાબદારી

નવી દિલ્હી

ભાજપે શનિવારે લોકસભા ચૂંટણી 2024ની મેનિફેસ્ટો કમિટીની જાહેરાત કરી દીધી છે. ચૂંટણી ઢંઢેરો નક્કી કરતી આ સમિતિમાં ચાર રાજ્યના મુખ્યમંત્રી સહિત કુલ 27 સભ્ય છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના અધ્યક્ષ પદે રચાયેલી આ સમિતિમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણને સંયોજક અને પિયૂષ ગોયલને સહ-સંયોજકની જવાબદારી સોંપાઈ છે. લોકસભા ચૂંટણીને લઈને ભાજપ હાઈકમાન્ડે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ મહત્વની જવાબદારી સોંપી છે.

આ સમિતિમાં ગુજરાત સહિત ચાર રાજ્યના મુખ્યમંત્રીઓને પણ સામેલ કરાયા છે. તેમાં ભૂપેન્દ્ર પટેલની સાથે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયને પણ સ્થાન અપાયું છે. આ ઉપરાંત તેના સભ્યોમાં શિવરાજ સિંહ ચૌહાણ, સ્મૃતિ ઈરાની, વસુંધરા રાજે, કિરેન રિજીજુ અને અર્જુન મુંડા જેવા ચર્ચાસ્પદ ચહેરા પણ સમાવાયા છે.

Total Visiters :113 Total: 1488336

By Admin

Leave a Reply