આગરા-લખનઉ એક્સપ્રેસવે પર ફાઈટર પ્લેન લેન્ડિંગ-ટેકઓફ કરશે

Spread the love

2 એપ્રિલ થી 11 એપ્રિલ સુધી હાઈવે પર ટ્રાફિક બંધ, 10 દિવસો માટે ટ્રાફિક માટે ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યું

લખનઉ

ભારતીય વાયુસેના (આઈએએફ) એ ગઈ કાલે સોમવારથી 10 દિવસીય ગગન શક્તિ-2024′  સૈન્ય કવાયત શરૂ કરી છે. આ ડ્રિલ હેઠળ દેશના તમામ એરફોર્સ સ્ટેશનો પર યોજવામાં આવશે, આ વાયુ સેનાની સૌથી મોટી ડ્રિલ છે. એવામાં આજથી ઉત્તર પ્રદેશના આગરા- લખનઉ એક્સપ્રેસવે  પર ફાઈટર પ્લેન લેન્ડીંગ અને ટેકઓફ કરતા જોવા મળશે, જે માટે આજે 2 એપ્રિલ થી 11 એપ્રિલ સુધી હાઈવે પર ટ્રાફિક બંધ રહેશે, આગામી 10 દિવસો માટે ટ્રાફિક માટે ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યું છે.

અહેવાલો મુજબ એક્સપ્રેસ વેની એર સ્ટ્રીપ પર ત્રીજી વખત યોજાઈ રહેલા ફાઈટર પ્લેનના રિહર્સલ હેઠળ 6 અને 7 એપ્રિલે જેગુઆર, સુખોઈ, મિરાજ-2000 એરક્રાફ્ટ ઉતરશે. જેના કારણે ઉન્નાવના બાંગરમાઉની એરસ્ટ્રીપના સાડા ત્રણ કિમી વિસ્તારને 2 થી 11 એપ્રિલ સુધી બ્લોક રાખવામાં આવશે. સર્વિસ રોડ પરથી વાહનો પસાર થશે.

એક સત્તાવાર નિવેદન અનુસાર, ભારતીય સેના આ મેગા કવાયત માટે લોજિસ્ટિક સપોર્ટ પ્રદાન કરશે, IAFના ઓપરેશનલ રેલ મોબિલાઇઝેશન પ્લાન (ઓઆરએમપી) પાસાઓને ચકાસવા કરવા માટે લગભગ 10,000 આઈએએફ કર્મચારીઓ અને હથીયારોની સમગ્ર ભારતમાં પહોંચડવાની ક્ષમતા ચકાસવમાં આવશે.

જે દરેક પાંચ વર્ષે યોજવામાં આવે છે. આ ડ્રિલમાં વાયુસેનાના આશરે 10,000 કર્મચારીઓ ભાગ લેશે. આ કવાયત છેલ્લે 2018 માં યોજવામાં આવી હતી.

Total Visiters :120 Total: 1469537

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *