કોટક સિક્યોરિટીઝ અને એનઆઈએસએમ નાણાંકીય વર્ષ 2024 દરમિયાન તેમના ફ્લેગશિપ નાણાંકીય સાક્ષરતા કાર્યક્રમ ‘કોના કોના શિક્ષા’ દ્વારા 68,000 યુવા ભારતીયો સુધી પહોંચ્યા 

પ્રારંભથી અત્યાર સુધી 211955 વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું

મુંબઈ

કોટક સિક્યોરિટીઝ લિમિટેડે (કેએસએલ) જાહેર કર્યું છે કે તેણે નાણાંકીય વર્ષ 2024 દરમિયાન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યોરિટીઝ માર્કેટ્સ (એનઆઈએસએમ)ની સાથે સહયોગ સાધીને તેના ‘કોના કોના શિક્ષા’ પહેલ દ્વારા 68,000થી વધુ યુવા ભારતીયોને નાણાંકીય સાક્ષરતા પૂરી પાડી છે. ‘કોના કોના શિક્ષા’ એ દેશના યુવા નાગરિકોમાં નાણાંકીય સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટે જુલાઈ, 2021માં લોન્ચ કરવામાં આવેલી સીએસઆર પહેલ છે.

તેના પ્રારંભથી એનઆઈએસએમે 480 શહેરોના 1,700થી વધુ કોલેજોમાં 2,626 પ્રોગ્રામ્સ હાથ ધર્યા છે અને 303 રિસોર્સ પર્સનને એમ્પેનલ કરીને 2,11,955 વિદ્યાર્થીઓ સુધી પહોંચી છે.

કેએસએલનું સીએસઆર પાર્ટનર અને પ્રોજેક્ટ મેનેજર એનઆઈએસએમ એમ્પેનલ્ડ રિસોર્સ પર્સન દ્વારા કોના કોના શિક્ષા પૂરી પાડે છે જેઓ સમગ્ર ભારતના કોલેજના વિદ્યાર્થીઓને તથા યુવા ભારતીયોને ઓનલાઇન ટીચિંગ મોડ્યુલ્સ દ્વારા તાલીમ આપે છે. દરેક વિદ્યાર્થીને આકરી 10 કલાકની ટ્રેનિંગ મોડ્યુલની તાલીમ અપાય છે જે એનઆઈએસએમ દ્વારા ઓનલાઇન એસેસમેન્ટ તેમજ સર્ટિફિકેશન સાથે પૂરી થાય છે.

‘કોના કોના શિક્ષા’ વિદ્યાર્થીઓને પર્સનલ ફાઇનાન્સ, સિક્યોરિટીઝ માર્કેટ્સમાં રોકાણનો પાયો, રોકાણના સિદ્ધાંતો તથા પ્રેક્ટિસ વગેરે અંગેના જ્ઞાનથી સશક્ત બનાવે છે. કેએસએલના સીએસઆર પ્રોજેક્ટનો ઉદ્દેશ નાણાંકીય રીતે જાણકાર તેમજ કુશળ યુવાનો બનાવવાનો તેમજ ફાઇનાન્શિયલ સર્વિસીઝ ઇન્ડસ્ટ્રીમાં કારકિર્દીની તકો ખોલવાનો છે.

એનઆઈએસએમના ડિરેક્ટર શ્રી અશ્વિની ભાટિયાએ જણાવ્યું હતું કે “એનઆઈએસએમ યુવા નાગરિકો માટે નાણાંકીય સાક્ષરતા અંગેના આ જાગૃતતા કાર્યક્રમ માટે કોટક સિક્યોરિટીઝ સાથે જોડાતા ખુશી અનુભવે છે. આ પ્રોગ્રામે ઇન્વેસ્ટમેન્ટ અને સિક્યોરિટીઝ માર્કેટના પાયો, તેનું ઇન્સ્ટિટ્યૂશનલ ફ્રેમવર્ક અને તેના ઇન્ટરમીડિયેટરીઝ તથા ફાઇનાન્શિયલ સર્વિસીઝ જેવા વિવિધ વિષયોને સમજવા માટે અનેક યુવા પ્રોફેશનલ્સને મદદ કરી છે. સમગ્ર ભારતમાં આવા પ્રોગ્રામ્સની મોટાપાયે માંગ છે અને અમને વિશ્વાસ છે કે આ પહેલ આ નાણાંકીય વર્ષમાં વધુ શહેરો અને વિદ્યાર્થીઓ સુધી પહોંચશે.”

કોટક સિક્યોરિટીઝના ચેરમેન નારાયણ સીએએ જણાવ્યું હતું કે “આંકડા જ બતાવે છે કે ‘કોના કોના શિક્ષા’ને કેટલી સફળતા મળી છે. દર વર્ષે અમે વધુને વધુ યુવા ભારતીયો સુધી પહોંચીએ છીએ અને નાણાંકીય સાક્ષરતા પૂરી પાડીએ છીએ જેથી તેઓ નાણાંકીય બાબતોના જાણકાર બની શકે. એનઆઈએસએમ સાથેના સહયોગમાં શરૂ કરેલી આ સફરની મહત્વપૂર્ણ અસર પડી છે અને સમગ્ર ભારતમાં પ્રોગ્રામને વિસ્તારવા માટે અમને પ્રેરણા આપવાનું ચાલુ રાખે છે.”

સહભાગીઓ તરફથી મળેલા પ્રતિસાદ હકારાત્મક અને પ્રોત્સાહજનક રહ્યો છે. ‘કોના કોના શિક્ષા’ ઉપરાંત કોટક સિક્યોરિટીઝ કોટક એજ્યુકેશન ફાઉન્ડેશન (કેઈએફ)ની સાથેની ભાગીદારીમાં શિક્ષણ અને આજીવિકા અંગે તેના સીએસઆર પ્રોજેક્ટનો પણ અમલ કરે છે.

Total Visiters :322 Total: 1487857

By Admin

Leave a Reply