મતદારોના ઓળખના પુરાવામાં ભૂલોને નજરઅંદાજ કરવા સુચના

ફોટા સાથે મેળ ન ખાય તો મતદારે પંચ દ્વારા સૂચિબદ્ધ વૈકલ્પિક ફોટો દસ્તાવેજોમાંથી પસંદ કરવાનો રહેશે

નવી દિલ્હી

કોઈપણ મતદાર મતદાન કરવાથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચે રાજ્યના ચૂંટણી અધિકારીઓને સૂચનાઓ આપી છે. કમિશને કહ્યું છે કે કારકુની અથવા જોડણી સંદર્ભે કોઈ ભૂલો હોય તો નજર અંદાજ કરવી જોઈએ, મતદારની ઓળખ મતદાર ઓળખ કાર્ડ દ્વારા કરી શકાય છે.

આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે અન્ય કોઈપણ વિધાનસભા મતવિસ્તારના મતદાર નોંધણી અધિકારી દ્વારા જારી કરાયેલ મતદાર ઓળખના પૂરાવા રુપે સ્વીકારવામાં આવશે, જો કે મતદારનું નામ તે મતદાન કેન્દ્રની મતદાર યાદીમાં હોય, જ્યાંથી તે આવ્યા છે.

ફોટા સાથે મેળ ન ખાતા હોય તેવા કિસ્સામાં મતદારે ચૂંટણી પંચ દ્વારા સૂચિબદ્ધ વૈકલ્પિક ફોટો દસ્તાવેજોમાંથી કોઈ એક પસંદ કરવાનું રહેશે. ચૂંટણી પંચે ગયા મહિને જારી કરેલા એક આદેશમાં કહ્યું હતું કે, જે મતદારો તેમના મતદાર ઓળખપત્ર રજૂ કરવામાં સક્ષમ નથી, તેઓએ પોતાની ઓળખ આપવા માટે વૈકલ્પિક ફોટોવાળુ ઓળખ પત્ર દસ્તાવેજોમાંથી એક રજૂ કરવાનું રહેશે.

જેમાં આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલ ફોટો સાથેની પાસબુક, શ્રમ મંત્રાલય દ્વારા જારી કરાયેલ સ્વાસ્થ્ય વીમા સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાઈસન્સ, પાન કાર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

Total Visiters :169 Total: 1488179

By Admin

Leave a Reply