મિસ્ટર એન્ડ મિસિસિ માહી 31 મેના રોજ રિલિઝ થશે

Spread the love

અગાઉ આ ફિલ્મ ૧૯ એપ્રિલે રિલીઝ થવાની હતી

મુંબઈ

જાહ્‍નવી કપૂર અને રાજકુમાર રાવ ‘મિસ્ટર ઍન્ડ મિસિસ માહી’માં જોવા મળવાનાં છે. આ ફિલ્મ આ વર્ષે ૩૧ મેએ થિયેટરમાં રિલીઝ થવાની છે. અગાઉ આ ફિલ્મ ૧૯ એપ્રિલે રિલીઝ થવાની હતી પણ એને પોસ્ટપોન કરવામાં આવતાં હવે રિલીઝની નવી તારીખની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મને પ્રોડ્યુસ કરનાર કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘કેટલીક ફિલ્મો માત્ર સ્ટોરીઝ નથી હોતી, એના કરતાં પણ વિશેષ હોય છે. આવી ફિલ્મો દર્શકો સાથે સપનાંઓ વિશે ચર્ચા કરે છે. એ સપનાંઓ દરમ્યાન કેટલાક લોકો આપણી નજીક પણ આવે છે. ‘મિસ્ટર ઍન્ડ મિસિસ માહી’ અમારા દિલની ખૂબ નજીક છે. આ ફિલ્મ લોકોને દેખાડવા માટે આતુર છીએ. ૨૦૨૪ની ૩૧ મેએ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવાની છે.’ તો બીજી તરફ આ ફિલ્મ વિશે ઇન્સ્ટાગ્રામ પર જાહ્‍નવીએ લખ્યું છે, ૩૧ મેએ પ્રેમના સ્કોરની સેન્ચુરી થવાની છે. 

Total Visiters :137 Total: 1045343

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *