બોની કપૂરે બનાવેલી આ ફિલ્મ ભારતીય ફુટબૉલ કોચ સૈયદ અબ્દુલ રહીમના જીવન પર આધારિત છે
![](http://www.samacharviswa.com/wp-content/uploads/2024/04/download-16-2.jpg)
મુંબઈ
અજય દેવગનની ‘મૈદાન’ ગુરુવારે રિલીઝ થઈ છે અને શાહિદ કપૂરે લોકોને આ ફિલ્મ જોવાની સલાહ આપી છે. બોની કપૂરે બનાવેલી આ ફિલ્મ ભારતીય ફુટબૉલ કોચ સૈયદ અબ્દુલ રહીમના જીવન પર આધારિત છે. તેમનું સમર્પણ અને યોગદાન આ ફિલ્મ દ્વારા લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ફિલ્મની સૌકોઈ પ્રશંસા કરી રહ્યા છે. ફિલ્મ જોયા બાદ ઇન્સ્ટાસ્ટોરી પર શાહિદે લખ્યું કે ‘‘મૈદાન’ જોવાની મને ખૂબ મજા આવી હતી. ફિલ્મ ખૂબ જ સરસ રીતે બનાવવામાં આવી છે. જઈને જુઓ. આ ખરેખર જોવા જેવી ફિલ્મ છે. સારી ફિલ્મો જોવી જોઈએ. આખી ટીમને શુભેચ્છા આપું છું.’
Total Visiters :169 Total: 1469472