એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ભારતના લોકો દુખી છે. કદાચ તેઓ જે ચાહે છે એ તેમને નથી મળી રહ્યુઃ અભિનેતા
મુંબઈ
મનોજ બાજપાઈએ સમાજની વર્તમાન સ્થિતિ પર પ્રકાશ પાડ્યો છે અને જણાવ્યું છે કે આજે લોકો નિરાશાવાદી બની ગયા છે. મનોજ બાજપાઈએ તેના પર્ફોર્મન્સથી લોકોનાં દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે. તેણે ‘રોડ’, ‘રાજનીતિ’, ‘આરક્ષણ’, ‘નામ શબાના’, ‘કિક’, ‘જોરમ’ અને ‘સત્યા’માં પણ કામ કર્યું છે. સમાજ વિશે મનોજ બાજપાઈ કહે છે, ‘એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ભારતના લોકો દુખી છે. કદાચ તેઓ જે ચાહે છે એ તેમને નથી મળી રહ્યું. તેઓ એવા હીરોઝ જોવા માગે છે જે અંતમાં જીતી જાય. આજે આપણો સમાજ એવા સ્ટેજ પર આવી ગયો છે જ્યાં લોકો નિરાશાવાદી બની ગયા છે. લોકો દરેક જનરેશનમાં એવા હીરોને શોધે છે જેમાં તેઓ પોતાને જોઈ શકે. લોકોને એવી ફિલ્મો જોવી ગમે છે જે સમયને અનુરૂપ હોય.’