રિલાયન્સ ઈન્ડસ્ટ્રીસ લિમિટેડના માર્ચ 31, 2024ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર/વર્ષ માટેના સંકલિત પરિણામો

Spread the love

વિક્રમી વાર્ષિક કોન્સોલિડેટેડ રેવન્યુ રૂ. 1,000,122 કરોડ ($119.9 બિલિયન), વાર્ષિક ધોરણે 2.6%ની વૃધ્ધિ

વાર્ષિક કોન્સોલિડેટેડ EBITDA રૂ. 178,000 કરોડ ($21.4 બિલિયન), વાર્ષિક ધોરણે 16.1%ની વૃધ્ધિ

વાર્ષિક કોન્સોલિડેટેડPBT રૂ. 100,000 કરોડને પાર થઈ રૂ. 1,04,727 કરોડ ($12.6 બિલિયન), વાર્ષિક ધોરણે 11.4%ની વૃધ્ધિ

જિયો પ્લેટફોર્મ્સનો વાર્ષિક નેટ પ્રોફિટ રૂ. 20,000 કરોડને પાર

રિલાયન્સ રીટેલનો વાર્ષિક નેટ પ્રોફિટ રૂ. 10,000 કરોડને પાર

ત્રિમાસિક કોન્સોલિડેટેડ EBITDA રૂ. 47,50 કરોડ ($5.7 બિલિયન), વાર્ષિક ધોરણે 14.3%ની વૃધ્ધિ

આર.આઇ.એલ. દ્વારા શેરદીઠ રૂ. 10ના ડિવિડન્ડની જાહેરાત

આ પરિણામો વિશે ટિપ્પણી કરતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર, મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે, “RILના વ્યાપારમાં નવતર પહેલોએ ભારતીય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોની વૃદ્ધિને વેગવાન બનાવવામાં અદ્દભુત યોગદાન આપ્યું છે. એ બાબતની નોંધ લેવી આનંદિત કરી દેનારી છે કે રાષ્ટ્રીય અર્થતંત્રને સુદૃઢ બનાવવાની સાથે-સાથે, તમામ સેગમેન્ટે સર્વોત્તમ નાણાકીય તેમજ ઓપરેટિંગ પ્રદર્શન કર્યું છે. આનાથી કંપનીને અનેકવિધ સીમાચિહ્નો સર કરવામાં મદદ મળી છે. મને એ વાત જણાવતા ખૂબ આનંદ થાય છે કે, આ વર્ષે રિલાયન્સ કરવેરા-પૂર્વેના નફામાં રૂ. ₹ 100,000કરોડના સ્તરને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની બની છે.

મોબિલિટી તેમજ ફિક્સ્ડ વાયરલેસ સર્વિસીઝ એમ બંનેના સહયોગથી સબસ્ક્રાઈબર બેઝના તેજગતિએ વિસ્તરણને પગલે ડિજિટલ સર્વિસીઝ સેગમેન્ટનું પ્રદર્શન વેગવાન બન્યું છે. 108 મિલિયન ટ્રુ 5G ગ્રાહકો સાથે, જિયો ખરા અર્થમાં ભારતમાં 5G પરિવર્તનનું સુકાની બન્યું છે. તમામ 2G યુઝર્સને સ્માર્ટફોનમાં અપગ્રેડ કરવાથી માંડીને AI-ચલિત સોલ્યુશન્સ પેદા કરવાના પ્રયાસોમાં અગ્રેસર રહેવા સુધીના દરેક તબક્કે જિયોએ દેશના ડિજિટલ માળખાને મજબૂત બનાવવામાં પોતાની ક્ષમતા પૂરવાર કરી છે.

રિલાયન્સ રિટેલે પોતાની મજબૂત ઓમ્ની-ચેનલ ઉપસ્થિતિ દ્વારા ગ્રાહકોને અખૂટ પસંદગીઓ પૂરી પાડવાનું ચાલુ રાખ્યું છે. સ્ટોર્સના રિ-મોડલિંગ તેમજ લેઆઉટ્સને નવું સ્વરૂપ પ્રદાન કરીને પ્રોડક્ટ નવીનીકરણ તેમજ સર્વોત્તમ ઓફલાઈન અનુભૂતિ પ્રદાન કરવાનું અમે ચાલુ રાખ્યું છે. અમારા ડિજિટલ કોમર્સ પ્લેટફોર્મ પણ વિશાળ બ્રાન્ડ કેટલોગ દ્વારા ઉપભોક્તાઓને નવા સોલ્યુશન્સ પૂરા પાડી રહ્યા છે. રિલાયન્સ રિટેલ પણ નવા કોમર્સ ક્ષેત્રમાં પોતાની અનોખી પહેલો દ્વારા કરોડો વેપારીઓને સશક્ત બનાવવા માટે કાર્યરત છે.

વિશ્વભરમાં ઈંધણની મજબૂત માગ, અને વૈશ્વિક રિફાઈનિંગ પ્રણાલિમાં મર્યાદિત લવચીકતાએ O2C સેગમેન્ટના માર્જિન અને નફાકારકતાને સહાયતા પૂરી પાડી છે. સમગ્ર વર્ષ દરમિયાન પાયાગત કેમિકલ ઉદ્યોગે અત્યંત પડકારજનક બજાર પરિસ્થિતિઓનો સામનો કર્યો છે. આવી સામા વ્હેણની પરિસ્થિતિઓમાં પણ, અગ્રણી પ્રોડક્ટ પોઝિશન અને પડતર નિયંત્રણને પ્રાથમિકતા આપનારાં અમારા ઓપરેટિંગ મોડેલ દ્વારા ફીડબેક લવચીકતાને જાળવી રાખીને અમે સ્પર્ધાત્મક પરિણામો પૂરા પાડી શક્યા છીએ. KG-D6 બ્લોકે 30 MMSCMD ઉત્પાદનનો આંક હાંસલ કર્યો છે અને હવે તે ભારતના ઘરેલુ ગેસ ઉત્પાદનમાં 30% જેટલું યોગદાન આપી રહ્યો છે.

ન્યૂ એનર્જી સેગમેન્ટ સહિતના અમારા પ્રોજેક્ટ્સ અને નવતર પહેલો પ્રત્યે અમે કટિબદ્ધ છીએ, જેનાથી કંપનીને વેગ મળશે, તેમજ ભવિષ્ય માટે સાતત્યપૂર્ણ વૃદ્ધિ પૂરી પાડવામાં તેને મદદ પ્રાપ્ત થશે.

Total Visiters :274 Total: 1469382

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *