અંડર-17, અંડર-19 ક્વોલિફાયર્સમાં ભાવનગરના ચિરાગ ડાભીનો વિજય

ગાંધીધામ

માઈક્રોસાઈન પ્રથમ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ 2024નું આયોજન 2 થી 5 મે દરમિયાન SAG સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સિદસર ખાતે ભાવનગરમાં થયું છે. ઘરઆંગણે રમતા સ્થાનિક ખેલાડી ચિરાગ ડાભીએ શાનદાર પ્રદર્શન કરતા બોય્ઝ અંડર-17 અને અંડર-19નાં ક્વોલિફાઈંગ રાઉન્ડ્સમાં જીત હાંસલ કરી હતી.

સિઝનની પ્રારંભિક ટૂર્નામેન્ટ ભાવનગર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસનાં માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી રહી છે. જેમાં મુખ્ય સ્પોન્સર માઈક્રોસાઈન પ્રોડક્ટ્સ છે, જ્યારે આ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સમર્થિત ટૂર્નામેન્ટ છે.

ચિરાગે અંડર-17 ઈવેન્ટમાં પોતાના જ શહેરનાં જયવીર ચાવડા સામે સતત ગેમમાં જીત મેળવી હતી. જ્યારે અંડર-19માં સતત 3 ગેમની મેચમાં તેણે ગાંધીનગરનાં આદિત્ય બ્રહ્મભટ્ટને હરાવ્યો હતો.

અમુક પરિણામોઃ

અંડર-17 બોય્ઝ ક્વોલિફાઈંગઃ ચિરાગ ડાભી (ભાવનગર) જીત્યા વિરુદ્ધ જયવીરસિંહ ચાવડા  (ભાવનગર) 11-6,11-5,12-10; યુગ પ્રતાપ સિંહ (કચ્છ) જીત્યા વિરુદ્ધ ચિરાગ ડાભી (ભાવનગર) 11-5,11-8,11-6; પ્રણવ ગીલાટર (ભાવનગર) જીત્યા વિરુદ્ધ અથર્વ દેસાઈ (ભાવનગર) 11-5,11-5,9-11,11-5; દેવ પંડ્યા (ભાવનગર) જીત્યા વિરુદ્ધ આદિત્ય બ્રહ્મભટ્ટ (ગાંધીનગર) 11-8,11-3,12-10; ક્રિષય શાહ (બરોડા) જીત્યા વિરુદ્ધ આર્યમનસિંહ ઝાલા (ભાવનગર) 9-11,11-4,11-9,9-11,11-7; યતાર્થ પટેલ (આણંદ) જીત્યા વિરુદ્ધ જેનિલ જાની (ભાવનગર) 11-7,11-3,11-7; અભિ ત્રિવેદી (ભાવનગર) જીત્યા વિરુદ્ધ અહદઅલી કાઝી (રાજકોટ) 10-12,9-11,11-9,11-4,11-8; સંજય મકવાણા (ભાવનગર) જીત્યા વિરુદ્ધ આરવ સિંઘવી (કચ્છ) 9-11,12-10,11-9,11-6.

U-19 બોય્ઝ ક્વોલિફાઈંગઃ પૂજન ચંદ્રરાણા (ભાવનગર) જીત્યા વિરુદ્ધ અંશ પટેલ (અમદાવાદ) 11-6,11-5,11-3; યશ મકવાણા (ભાવનગર) જીત્યા વિરુદ્ધ ધ્રુમિલ પટેલ (ભરુચ) 11-5,11-8,11-3; ચિરાગ ડાભી (ભાવનગર) જીત્યા વિરુદ્ધ આદિત્ય બ્રહ્મભટ્ટ (ગાંધીનગર) 11-6,11-9,11-9; હેત ઠાકર (રાજકોટ) જીત્યા વિરુદ્ધ આર્યમનસિંહ ઝાલા (ભાવનગર) 7-11,11-3,11-3,11-4; વંદન સુતારિયા (ભાવનગર) જીત્યા વિરુદ્ધ દર્શ ખરવાર  (સુરત) 11-9,11-4,11-7; હર્ષ કાવા (ભાવનગર) જીત્યા વિરુદ્ધ લાબધી જૈન (સુરત) 13-11,6-11,11-7,4-11,11-8.

પુરુષ ક્વોલિફાઈંગઃ  હર્ષિલ કોઠારી (ભાવનગર) જીત્યા વિરુદ્ધ લાબધી જૈન (સુરત) 11-5,11-6,11-5; ડૉ. પાર્થ પંડ્યા (રાજકોટ)  જીત્યા વિરુદ્ધ  સુનીલ વાસા (ભાવનગર) 11-7,11-3,11-7; તક્ષ કોઠારી (સુરત) જીત્યા વિરુદ્ધ હિતાર્થ જોશી (ભાવનગર) 11-9,11-9,11-8; યશ મકવાણા (ભાવનગર) જીત્યા વિરુદ્ધ  બ્રિજેશ જેઠવા (જૂનાગઢ) 11-9,11-5,11-9; જગદીશ મકવાણા (ભાવનગર) જીત્યા વિરુદ્ધ પવન દેત્રોજા (રાજકોટ) 11-9,11-7,11-7; પરમ પરમાર (ભાવનગર) જીત્યા વિરુદ્ધ  શનવીર ગીલ (સુરત) 11-7,11-13,8-11,11-7,11-5; જેનીલ પટેલ (અમદાવાદ) જીત્યા વિરુદ્ધ આરવ ભાલ (ભાવનગર) 11-5,11-1,11-4.

Total Visiters :798 Total: 1488172

By Admin

Leave a Reply