સુરતના પવન કુમારે અંડર-17 અને અંડર-19 ક્વોલિફાઇંગ રાઉન્ડ જીત્યા

Spread the love

સુરત

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને ટેબલ ટેનિસ એસોસિયેશના ઓફ સુરતના ઉપક્રમે 20થી 23મી જૂન દરમિયાન આયોજિત તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024 માં સુરતના પવન કુમારે પ્રથમ દિવસે અંડર-17 અને અંડર-19 કેટેગરીમાં ક્વોલિફાઇંગ રાઉન્ડ જીતી લીધા હતા.

અંડર-17 કેટેગરીમાં સ્થાનિક ખેલાડી પવન કુમારે ભાવનગરના ચિરાગ ડાભીને 3-0થી હરાવ્યો હતો જ્યારે અંડર-19 ક્વોલિફાઇંગ રાઉન્ડમાં તેણે રાજકોટના પવન દેત્રોજાને પણ સીધી ગેમમાં હરાવ્યો હતો.

ત્રીજી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટના ઉદઘાટન સમારંભમાં સુરતના સાંસદ શ્રી મુકેશ દલાલે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી અને માનવંતા મહેમાન તરીકે ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ પૂર્વેશ જરીવાલા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જીએસટીટીએના પ્રમુખ અને ટીટીએફઆઈના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી પ્રમોદ ચૌધરી પણ હાજર રહ્યા હતા.

આ સ્પર્ધાના કોમ્મેપિટિશન મેનેજર હરિ પિલ્લાઈ છે જયારે ચીફ રેફરી તરીકે બી એસ વાઘેલા સેવા આપી રહ્યા છે.

સમગ્ર ગુજરાતમાંથી આ ટુર્નામેન્ટમાં વિવિધ 12 કેટેગરીમાં 653 ખેલાડી ભાગ લઈ રહ્યા છે અને તેમાં કુલ 1,40,000 રૂપિયાની ઇનામી રકમ રાખવામાં આવી છે.

કેટલાક પરિણામોઃ

અંડર-17 બોયઝ ક્વોલિફાઈંગઃ દક્ષ ખેરાડી જીત્યા વિરુદ્ધ કહાન ગોહેલ  11-,11-9,11-5; હિતાર્થ જોશી જીત્યા વિરુદ્ધ સમર્થ ધિમ્મર 11-5,11-6,11-4; હુસૈન ગોધરાવાલા જીત્યા વિરુદ્ધ માનવ શાહ 11-3,11-4,11-2; વિવાનસિંહ ઘારિયા જીત્યા વિરુદ્ધ કર્તવ્ય સિંઘ 11-5,11-9,11-8; કહાન દોરીવાલ જીત્યા વિરુદ્ધ દર્શિલ કુકાના 11-5,11-2,11-4; પવન કુમાર જીત્યા વિરુદ્ધ ચિરાગ ડાભી 11-6,11-3,11-6; નબ્ય કેજરીવાલ જીત્યા વિરુદ્ધ ધ્યાન વસાવડા 9-11,12-10,14-12,5-11,11-8; શિવમ દધાનિયા જીત્યા વિરુદ્ધ  અહાદલી કાઝી 10-12, 11-4, 9-11, 11-9,11-4.

અંડર-19 બોયઝ ક્વોલિફાઈંગ રાઉન્ડઃ ધ્યેય જાની જીત્યા વિરુદ્ધ આદિત્ય બ્રહ્મભટ્ટ 11-2,11-4,11-5; કહાન દોરીવાલા જીત્યા વિરુદ્ધ હેત ઠક્કર 11-8,9-11,11-9,8-11,11-5; યુગ પ્રતાપ સિંઘ જીત્યા વિરુદ્ધ શાન મિશ્રા 11-4,11-3,11-6; પવન કુમાર જીત્યા વિરુદ્ધ પવન દેત્રોજા 11-6,-11-6,11-7; સુમિત નાયર જીત્યા વિરુદ્ધ  નીવ ખિવેસારા 11-5,11-9,9-11,11-8;  યશ મકવાણા જીત્યા વિરુદ્ધ મૈતિક વકીલ 4-11,11-9,11-5,11-3; જેનીલ પટેલ જીત્યા વિરુદ્ધ મંથન સિસોદિયા 11-6, 6-11,11-5,11-4.

મેન્સ ક્વોલિફાઇંગઃ હર્ષ પટેલ જીત્યા વિરુદ્ધ યાહ્યા હંસ 11-2,11-5,11-7; આયુષ તન્ના જીત્યા વિરુદ્ધ ચિંતન ઓઝા 11-5,11-9,11-8; ઓમ જયસ્વાલ જીત્યા વિરુદ્ધ પ્રતીક પટેલ 11-6,11-7,11-8; દેવર્ષ વાઘેલા જીત્યા વિરુદ્ધ  નીશિત ચૌહાણ 11-8,11-4,13-11; ભાવિન દેસાઈ જીત્યા વિરુદ્ધ દિવ્યમ જૈન 11-8,12-10,11-7; પૂજન ચંદારાણા જીત્યા વિરુદ્ધ યથાર્થ કેડિયા 10-12,11-4,11-4,11-5; હિમાંશ દહિયા જીત્યા વિરુદ્ધ વિવાનસિંહ ઘારિયા 11-6,11-6,11-6; ધૈર્ય પરમાર જીત્યા વિરુદ્ધ  વેદ પંચાલ 11-9,11-5,11-9; જેનિલ પટેલ જીત્યા વિરુદ્ધ હિતાર્થ જોશી 11-7,7-11,11-7,11-5. 

Total Visiters :1260 Total: 1045404

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *