પ્રો-કબડ્ડી લીગનાં રિટેન કરેલા ખેલાડીઓના નામની જાહેરાત! પવન શેહરાવત, પ્રદીપ નરવાલ સહિતના ઘણાં સ્ટાર ખેલાડીઓ હરાજી ઉતરશે

Spread the love

– પ્રો-કબડ્ડી લીગ સિઝન 11 માટે ખેલાડીઓની હરાજી 15 અને 16 ઓગસ્ટનાં રોજ યોજાશે, પવન શેહરાવત અને પ્રદીપ નરવાલ સહિતના ખેલાડીઓ હરાજીમાં ઉતરશે

– કૂલ 22 એલિટ ખેલાડીઓને ફ્રેન્ચાઈઝીઓ દ્વારા રિટેન કરવામાં આવ્યા

– અસલમ ઈનામદારને પુનેરી પલટન દ્વારા તથા અર્જુન દેશવાલને જયપુર પિન્ક પેન્થર્સ દ્વારા રિટેન કરવામાં આવ્યા

મુંબઈ

પ્રો-કબડ્ડી લીગ (પીકેએલ) દ્વારા ‘એલિટ રિટેન્ડ પ્લેયર્સ’, ‘રિટેન્ડ યંગ પ્લેયર્સ’ અને ‘હાલના ન્યૂ યંગ પ્લેયર્સ’ની સિઝન 11 માટે મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી. તમામ ફ્રેન્ચાઈઝીઓ દ્વારા ખેલાડીઓના કોર ગ્રૂપને રિટેન કરવામાં આવ્યા છે અને ટીમ પ્રો-કબડ્ડી લીગ સિઝન 11ની હરાજી દરમિયાન મજબૂત સ્કવૉડ બનાવવા માટેની તૈયારી કરી રહ્યાં છે.

દબંગ દિલ્હી કે.સી. દ્વારા તેમના રેઈડર આશુ મલિક અને નવીન કુમારને રિટેન કરવામાં આવ્યા છે. આ દરમિયાન 10મી સિઝનના મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર એવોર્ડ વિજેતા અસલમ ઈનામદાર ને પુનેરી પલટન દ્વારા રિટેન કરવામાં આવ્યો છે. જ્યારે જયપુર પિન્ક પેન્થર્સ દ્વારા તેમના સ્ટારે રેઈડર અર્જુન દેશવાલને રિટેન કરાયો છે.

કૂલ 88 ખેલાડીઓને 3 કેટેગરી હેઠળ રિટેન કરવામાં આવ્યા છે. જેમાં 22 એલિટ રિટેન પ્લેયર્સ કેટેગરીમાં સામેલ છે. 26 રિટેન્ડ યંગ પ્લેયર્સ છે, જ્યારે વર્તમાન ન્યૂ યંગ પ્લેયર્સ કેટેગરી હેઠળ 40 ખેલાડીઓને રિટેન કરાયા છે. રિટેન ના કરાયેલા ખેલાડીઓમાં પવન શેહરાવત, પ્રદીપ નરવાલ, મનિન્દર સિંઘ, ફઝલ અત્રાચલી અને મોહમ્મદ રેઝા શાદલુ ચિયાનેહ સામેલ છે, જેઓ મુંબઈમાં 15-16 ઓગસ્ટનાં રોજ યોજાનારી 11મી સિઝનની હરાજીમાં ઉતરશે.

પ્રો-કબડ્ડી લીગની 11મી સિઝન માટેની હરાજીમાં સ્થાનિક અને વિદેશી ખેલાડીઓને 4 કેટેગરીમાં વહેંચવામાં આવશે. આ કેટેગરીમાં એ, બી, સી અને ડી સામેલ છે. ખેલાડીઓને પછી ઓલ રાઉન્ડર્સ, ડિફેન્ડર્સ અને રેઈડર તરીકે આ 4 કેટેગરીમાં વહેંચવામાં આવશે. એ કેટેગરીમાં રહેલ ખેલાડીઓને બેઝ પ્રાઈસ 30 લાખ, બી કેટેગરીમાં 20 લાખ, સી કેટેગરીમાં 13 લાખ તથા ડી કેટેગરીમાં 9 લાખ રહેશે. 11મી સિઝનની ખેલાડીઓની હરાજીમાં 500થી વધુ ખેલાડીઓ રહેશે, જેમાં 24 ખેલાડીઓ ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2024ની 2 ફાઈનલિસ્ટ ટીમના રહેશે. દરેક ફ્રેન્ચાઈઝ પાસે સ્કવૉડ તૈયાર કરવા માટે 5 કરોડ રૂપિયાનું પર્સ રહેશે.

The list of “Elite Retained Players” is appended below:

TEAMPLAYER 1PLAYER 2PLAYER 3PLAYER 4PLAYER 5PLAYER 6
Bengal WarriorsVishwas SNitin Kumar____
Bengaluru BullsPonparthiban SubramanianSushilRohit Kumar___
Dabang Delhi K.C.Ashu MalikVikrantNaveen Kumar___
Gujarat GiantsBalaji DJitender Yadav____
Haryana SteelersRahul SethpalGhanshyam Roka Magar____
Jaipur Pink PanthersArjun DeshwalReza Mirbagheri____
Patna PiratesAnkitSandeep Kumar____
Puneri PaltanAbinesh NadarajanGaurav Khatri____
Tamil Thalaivas______
Telugu TitansShankar Bhimraj GadaiAjit Pandurang Pawar____
U MumbaAmirmohammad ZafardaneshRinku____
UP Yoddhas______

The list of “Retained Young Players” is appended below:

TEAMPLAYER 1PLAYER 2PLAYER 3PLAYER 4PLAYER 5PLAYER 6PLAYER 7
Bengal Warriors_______
Bengaluru BullsSaurabh Nandal______
Dabang Delhi K.C._______
Gujarat GiantsParteek DahiyaRakesh_____
Haryana SteelersJaideepMohitVinay____
Jaipur Pink PanthersAnkushAbhishek KS_____
Patna PiratesManish______
Puneri PaltanAditya Tushar ShindeAkash Santosh ShindeMohit GoyatAslam Mustafa InamdarPankaj MohiteSanket Sawant_
Tamil ThalaivasNarenderSahilMohitAashishSagarHimanshuM. Abishek
Telugu Titans_______
U MumbaShivam______
UP YoddhasSumitSurender GillAshu Singh____

The list of “Existing New Young Players” is appended below:

TEAMPLAYER 1PLAYER 2PLAYER 3PLAYER 4PLAYER 5PLAYER 6
Bengal WarriorsShreyas UmbardandAditya S. ShindeDipak Arjun ShindeMaharudra Garje__
Bengaluru BullsAditya Shankar PowarAkshitArulnanthababuParteek__
Dabang Delhi K.C.AshishHimmat AntilManuYogesh__
Gujarat GiantsNitin_____
Haryana SteelersJaya Soorya NSHardeepShivam Anil PatareVishal S. Tate__
Jaipur Pink PanthersAbhijeet Malik_____
Patna PiratesAbinand SubhashKunal MehtaSudhakar M___
Puneri PaltanDadaso Shivaji PujariNitinTushar Dattaray AdhavadeVaibhav Balasaheb Kamble__
Tamil ThalaivasNitesh KumarNitin SinghRonakVishal Chahal__
Telugu TitansAnkitOmkar Narayan PatilPraful Sudam ZawareSanjeevi S__
U MumbaBittuGokulakannan M.Mukilan ShanmugamSombir__
UP YoddhasGagana Gowda HRHiteshShivam Chaudhary_

Total Visiters :196 Total: 1384259

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *