અંડર 14 વયજૂથના 100 થી વધુ ખેલાડીઓએ સ્પર્ધામાં લીધો ભાગ
11 ઓગસ્ટ સુધી અમદાવાદ જિલ્લા કક્ષાની અંડર 14 ,અંડર 17, અંડર 19 ચેસ સ્પર્ધાનું આયોજન
અમદાવાદ
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી અમદાવાદ આયોજિત શાળાકીય સ્પર્ધાઓ (SGFI)જિલ્લા કક્ષા ચેસ સ્પર્ધા બીબીપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ, જેમાં અંડર 14 વયજૂથનાં યુવક-યુવતીઓ મળીને 100થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, બીબીપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 11 ઓગસ્ટ સુધી ચાલનારી અમદાવાદ જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધામાં અંડર 14 ,અંડર 17, અંડર 19 વયજૂથના ખેલાડીઓ ભાગ લેશે.
Total Visiters :121 Total: 1384504