કુસ્તીમાં અંડર 14,17 અને 19 વયજૂથના 200થી વધુ ખેલાડીઓ અને ટેબલ ટેનિસમાં 100થી વધુ ખેલાડીઓ લેશે ભાગ
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય સ્પર્ધાઓનું આયોજન
અમદાવાદ
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના ખોખરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ (SGFI – સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા)નું આયોજન કરવામાં આવ્યું છે.
બે દિવસીય સ્પર્ધાઓમાં જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધામાં અંડર 14,17 અને 19 વયજૂથમાં અમદાવાદ જિલ્લાની શાળાઓના 200થી વધુ ખેલાડીઓ ભાગ લેનાર છે.
આ ઉપરાંત, જિલ્લા કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં 100થી વધુ ખેલાડીઓ ભાગ લેનાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખોખરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 9 ઓગસ્ટ સુધી શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાની રમતોના વિજેતાઓ ત્યારબાદ રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેશે.