અંડર 14,17 અને 19 વયજૂથના 120થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના ખોખરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ (SGFI – સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા)નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લા કક્ષાની શહેર અને ગ્રામ્ય કક્ષાની પિસ્તોલ શૂટિંગ અને રાયફલ શૂટિંગ સ્પર્ધાઓમાં અંડર 14,17 અને 19 વયજૂથના 120થી વધુ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અમદાવાદ શહેર અને ગ્રામ્યની શાળાઓના ખેલાડીઓએ પિસ્તોલ શૂટિંગ અને રાયફલ શૂટિંગ સ્પર્ધાઓમાં પોતાની શ્રેષ્ઠ પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.
Total Visiters :719 Total: 1384657