સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત અમદાવાદ શહેર અને જિલ્લા કક્ષા યોગાસન સ્પર્ધા યોજાઈ**ડી.પી હાઈસ્કૂલ, નવા વાડજ ખાતે યોજાયેલી સ્પર્ધામાં અંડર ૧૪,૧૭, ૧૯ વયજૂથના ૩૦૦ જેટલાં ભાઇઓ/બહેનોએ ભાગ લીધો**સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારી અમદાવાદ શહેર/ગ્રામ્ય દ્વારા સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત શહેર અને જિલ્લા કક્ષા યોગાસન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.ડી.પી હાઈસ્કૂલ, નવા વાડજ ખાતે યોજાયેલી અમદાવાદ શહેરની યોગાસન સ્પર્ધામાં અંડર ૧૪,૧૭, ૧૯ વયજૂથના ૩૦૦ જેટલાં ભાઇઓ/બહેનોએ ભાગ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ગ્રામ્યની શાળાકીય યોગાસન સ્પર્ધા ગાયત્રી વિદ્યાલય, રાણીપ ખાતે યોજાઈ હતી.
Total Visiters :127 Total: 1384451