હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણતાં વિદ્યાર્થીઓમાં દેશભક્તિ જાગૃત થાય તે હેતુથી શાળામાં ધોરણ:- ૮ થી ૧૨ નાં વિદ્યાર્થીઓમાં દેશભક્તિ ગીત પર નૃત્ય પ્રતિયોગિતા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ પ્રતિસ્પર્ધીઓને જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરૂણ અમીન, શાળાના સી.ઇ.ઓ. ભગવત અમીન, શાળાના આચાર્યા ભારતીબેન મિશ્રા અને કૉ. ઓર્ડિનેટર ભરત પટેલ વગેરેએ શુભેચ્છાઓ પાઠવી હતી.
Total Visiters :119 Total: 1384755