કોટક મ્યુચ્યુઅલ ફંડે દેશના ટેક્નોલોજી સેક્ટરમાં ભાગ લેવા માટેની તક પૂરી પાડવા કોટક ટેક્નોલોજી ફંડ લોન્ચ કર્યું

Spread the love

એનએફઓ 12મી ફેબ્રુઆરી 2024ના રોજ ખૂલે છે અને 26મી ફેબ્રુઆરી 2024ના રોજ બંધ થાય છે

મુંબઈ

કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે (“KMAMC” / “કોટક મ્યુચ્યુઅલ ફંડ”) કોટક ટેક્નોલોજી ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જે ટેકનોલોજી અને ટેક્નોલોજી સંબંધિત ક્ષેત્રોમાં રોકાણ કરે છે જે રોકાણકારોને ડાયનેમિક અને ઝડપથી ઊભરી રહેલા ટેક્નોલોજી સેક્ટરમાં ભાગ લેવાની આકર્ષક તક પૂરી પાડે છે.

ટેક્નોલોજીમાં મોટાપાયે ક્રાંતિ આવી છે. તેણે જીવન સરળ બનાવ્યા છે અને ડિસ્રપ્શન થકી પ્રોડક્ટ્સ, સર્વિસીઝ અને બિઝનેસમાં પરિવર્તન લાવી છે.

ભારતીય કંપનીઓ નવા ટેક માહોલમાં સારી સ્થિતિમાં છે જેમાં કંપનીઓ ક્લાઉડ, એઆઈ, ફિનટેક, સાયબર સિક્યોરિટી કે પછી એન્જિનિયરિંગ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જેવી ન્યૂ એજ સર્વિસીઝમાં તેમની ઓફરિંગ્સ વિસ્તારી રહી છે. ડેટા ક્રાંતિમાં ભારતનું નેતૃત્વ નોંધપાત્ર બજાર તકો પૂરી પાડે છે.

ડેટા સૂચવે છે કે વૈશ્વિક સ્તરે આઈટી ખર્ચમાં વૃદ્ધિ છેલ્લા દાયકામાં માળખાકીય રીતે મજબૂત રહી છે અને આઈટી સર્વિસીઝનો ખર્ચ સતત વધતો રહ્યો છે. વિશ્વભરની 10માંથી આઠ આઈટી સર્વિસ કંપનીઓ ભારતીય છે (સ્ત્રોતઃ એનએસઈ/બીએસઈ/માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જ). કોટક ટેક્નોલોજી ફંડ મહત્વની વિકાસ સંભાવના દર્શાવતા આ ડાયનેમિક્સનો લાભ લેવાનો ઉદ્દેશ્ય રાખે છે.

કેએમએએમસીના મેનેજિંગ ડિરેક્ટર નિલેશ શાહે જણાવ્યું હતું કે “ટેક્નોલોજીમાં રોકાણ હવે કોઈ પસંદગી નથી પરંતુ ઝડપથી ઊભરતા વૈશ્વિક ક્ષેત્રે આગળ રહેવાનો એક માર્ગ છે. ટેક્નોલોજી ભારતની ગ્રોથ સ્ટોરીને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કોટક ટેક્નોલોજી ફંડ ટેક્નોલોજી સેક્ટરના વધી રહેલા મહત્વ સાથે જોડાય છે અને રોકાણકારોને તેની વિકાસ સંભાવનામાં ભાગ લેવાનો માર્ગ પૂરો પાડે છે.”

વાજબી વેલ્યુએશન સાથે વિકાસ દર્શાવી રહેલી કંપનીઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને ફંડ બોટમ-અપ સ્ટોક પસંદગી અભિગમ અપનાવે છે જે માર્કેટ કેપની કોઈ મર્યાદા વિના ઇન-હાઉસ રિસર્ચ પર આધારિત છે.

કોટક ટેક્નોલોજી ફંડના ફંડ મેનેજર અને હેડ-ઇક્વિટી રિસર્, કેએમએએમસી સુશ્રી શિબાની કુરિયને જણાવ્યું હતું કે “આ સેક્ટર અનેક નવી ટેક્નોલોજીના ઉદભવ, રોજબરોજના જીવનમાં વધી રહેલો વપરાશ અને એન્ટરપ્રાઇઝ ટેક્નોલોજી અપનાવવાના લીધે આ સેક્ટર વિકાસના માર્ગે છે. વૈશ્વિક અનિશ્ચિતતાના સમયે પણ ભારતીય આઈટી કંપનીઓએ માર્જિન પર્ફોર્મન્સ, ઊંચી આરઓઈ પ્રોફાઇલ અને ઊંચા ડિવિડન્ટ પેઆઉટ સાથે મજબૂત કેશ ફ્લો આપ્યા છે (સ્ત્રોતઃ કેએમએએમસી ઇન્ટરનલ રિસર્ચ). અમારું લક્ષ્ય આ ટ્રેન્ડનો લાભ લેવાનો જ નહીં પરંતુ તેમાં કુશળતાપૂર્વક આગળ વધવાનો છે જે કોટક ટેક્નોલોજી ફંડ સાથે લાંબા ગાળા માટે અમારા રોકાણકારો માટે મૂલ્ય સર્જનને પ્રોત્સાહન આપશે.”

કોટક ટેક્નોલોજી ફંડની ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) 12 ફેબ્રુઆરી, 2024ના રોજ ખૂલશે અને 26 ફેબ્રુઆરી, 2024ના રોજ બંધ થશે. રોકાણકારો લઘુતમ રૂ. 100 અને ત્યારબાદ ગમે તે રકમથી તેમાં ભાગ લઈ શકે છે. આ ઉપરાંત રોકાણકારો પાસે રૂ. 100 અને ત્યારબાદ ગમે તેટલી રકમથી શરૂ થતી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) થકી રોકાણ કરવાનો પણ વિકલ્પ છે. કોટક ટેક્નોલોજી ફંડ વિશે વધુ માહિતી માટે અને રોકાણની તકો વિશે જાણવા માટે કૃપા કરીને અમારી ઓફિશિયલ વેબસાઈટ https://www.kotakmf.comની મુલાકાત લો.

ભૂતકાળની કામગીરી ભવિષ્યનો સંકેત આપતી નથી. રોકાણકારોને તેમના નાણાંકીય નિષ્ણાંતો અને કરવેરા સલાહકારો સાથે ચર્ચા કરીને પ્રોડક્ટના ટકાઉપણા અંગે નિર્ણય લેવો જોઈએ. કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ કોઈ વળતરનું વચન કે ગેરંટી આપતી નથી. પોર્ટફોલિયો અને તેનું કમ્પોઝિશન બજારની સ્થિતિના આધારે બદલાઈ શકે છે. સ્કીમના ફીચર્સ વિશે વધુ વિગતો મેળવવા માટે, કૃપા કરીને સ્કીમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટ (એસઆઈડી)નો અભ્યાસ કરો.

Total Visiters :155 Total: 1097821

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *