મહિલાએ સંતાનો પાસેથી ભીખ મંગાવીને છ સપ્તાહમાં અઢી લાખની કમાણી કરી

Spread the love

મહિલા એક પ્લોટ, બે માળનું મકાન, મોટરસાઈકલ, 20 હજાર રૂપિયાનો સ્માર્ટફોન અને રોકડની માલિક

ઈન્દોર 

એક પ્લોટ, બે માળનું મકાન, મોટરસાઈકલ, 20 હજાર રૂપિયાનો સ્માર્ટફોન અને ફક્ત છ અઠવાડિયામાં અઢી લાખ રૂપિયા કમાણી. આ કોઈ નોકરિયાત વર્ગની સંપત્તિ નથી પરંતુ એક ભીખારણની છે, જે તેણે પોતાના સંતાનો પાસે ભીખ મગાવીને ઊભી કરી છે. ઈન્દોર પોલીસે હાલમાં જ આ મહિલાને કસ્ટડીમાં લીધી છે. ઈન્દ્રા બાઈ નામની આ મહિલાને સોમવારે રિમાન્ડ પર જેલમાં મોકલી દેવાઈ છે. ઈન્દ્રા બાઈ પોતાની દીકરી પાસે પણ બળજબરીપૂર્વક ભીખ મગાવતી હતી. ત્યારે તેની આ દીકરીને એક એનજીઓ ખાતે મોકલી દેવામાં આવી છે.

આ મહિલાએ ભીખ માગીને આટલી મોટી રકમ ઊભી કરી છે તે જાણીને પોલીસ અને જિલ્લાના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. સંસ્થા પ્રવેશ નામના એનજીઓના સ્વયંસેવકો સાથે દલીલ કરતાં ઈન્દ્રા બાઈએ કહ્યું, ભૂખે મરવા કરતાં અમે ભીખ માગવાનું પસંદ કર્યું. ચોરી કરતાં તો ભીખ માગવી સારી જ છે. સંસ્થા પ્રવેશ નામના એનજીઓએ જ ઈન્દ્રા બાઈ અને તેની દીકરીને ભીખ માગતા પકડ્યા હતા.

સંસ્થા પ્રવેશ એનજીઓ ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશન (આઈએમસી) સાથે મળીને ભીખારીઓનું રેસ્ક્યૂ અને પુર્નવસનનું કામ કરે છે. તેમણે ઈન્દોરના 38 મોટા ચાર રસ્તા પર ભીખ માગતા 7 હજાર જેટલા ભીખારીઓનો ડેટા એકત્ર કર્યો હતો, જેમાંથી 50 ટકા જેટલા બાળકો છે. અંદાજિત આંકડ પ્રમાણે, આ ભીખારીઓ વાર્ષિક 20 કરોડ રૂપિયાથી પણ વધુ કમાણી કરે છે.

Total Visiters :86 Total: 1095944

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *