ન્યૂયોર્કના સબવે સ્ટેશન પર બે જૂથો વચ્ચે ગોળીબાર, એકનું મોત

Spread the love

પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

ન્યૂયોર્ક

અમેરિકામાં આડેધડ ગોળીબારની ઘટનાઓ રોકાવાનું નામ જ નથી લઈ રહી. અમેરિકાના ન્યુયોર્ક સિટી સબવે સ્ટેશન પર બે જૂથો વચ્ચે ગોળીબારની ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતી જ્યારે પાંચ અન્ય ઘાયલ થયા હતા. ઘટના સોમવારે બની હતી, હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અમેરિકામા છેલ્લા કેટલાય સમયથી ગોળીબારની ઘટના બની રહી છે અને તેમા સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સોમવારે વધુ એકવાર ગોળીબારની ઘટના બની હતી. ન્યૂયોર્કના બ્રોન્ક્સ કન્ટ્રીના સબવે સ્ટેશન પર ગોળીબારની ઘટના બની હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસને ટાંકીને સમાચાર એજન્સીએ સોમવારે સાંજે આ ઘટનાની જાણકારી આપી હતી. હુમલાનું કારણ જાણી શકાયું નથી. હાલ આ ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે.

Total Visiters :88 Total: 1093702

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *