અમૃતસર
પંજાબના અમૃતસરથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહી ગેંગસ્ટર જરનૈલ સિંહની હત્યા કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કેટલાક અજ્ઞાત લોકોએ જરનૈલ સિંહ પર 20-25 ગોળીઓ મારી હતી, જેમાં જરનૈલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ઘટના અમૃતસરના બાબા બકાલા પાસેના સથિયાલા ગામની છે. અહીં કેટલાક લોકોએ જરનૈલ સિંહ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ઘટના બાદ જરનૈલ સિંહને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં માસ્ક પહેરેલા લોકો ગોળીઓ ચલાવતા જોવા મળે છે.
Total Visiters :162 Total: 1376869