મૂલ્યની દ્રષ્ટિએ યુપીઆઈ ચૂકવણીમાં ગામડાઓનો હિસ્સો વધીને 25 ટકા સુધી પહોંચી ગયો

Spread the love

નવી દિલ્હી
વર્ષ 2023-23માં યુપીઆઈથી થયેલા ટ્રાન્ઝેક્શન 139 લાખ કરોડ રુપિયાના રેકોર્ડને પાર પહોંચી ગયા છે. વર્ષ 2016માં યુપીઆઈથી ફક્ત 6947 કરોડ રુપિયાના ટ્રાન્ઝેક્શન થયા હતા. આ સમયગાળા દરમિયાન યુપીઆઈ- વ્યવહારો સંખ્યાની દ્રષ્ટિએ 1.8 કરોડથી વધીને 8,375 કરોડ થયા છે.
એસબીઆઈના રિપોર્ટ અનુસાર 2015-16માં જીડીપીની સરખામણીમાં ડિજિટલ પેમેન્ટ 668 ટકા હતું, જે હવે 767 ટકા પર પહોંચી ગયું છે. આરટીજીએસ સિવાય રિટેલ ડિજિટલ ચૂકવણી 129 ટકાથી વધીને 242 ટકા થઈ છે. બીજી બાજુ વર્ષ 2022-23માં મૂલ્યની દ્રષ્ટિએ યુપીઆઈ ચૂકવણીમાં ગામડાઓનો હિસ્સો વધીને 25 ટકા સુધી પહોંચી ગયો જ્યારે શહેરોનો હિસ્સો 20 ટકા રહ્યો હતો. ખાસ વાત એ છે કે યુપીઆઈ પેમેન્ટમાં ગામડાઓએ શહેરોને પાછળ છોડી દીધા છે.
રિટેલમાં યુપીઆઈનું મૂલ્ય વધીને 83 ટકા થયું છે. હવે ડિજિટલ પેમેન્ટના કારણે એટીએમમાંથી પૈસા ઉપાડવાનું પ્રમાણ ઘટીને 17 ટકા થઈ ગયું છે. એટીએમમાંથી કુલ ટ્રાન્ઝેક્શન રૂપિયા 30-35 લાખ કરોડ થયા છે. આ અગાઉ વર્ષ 2017માં એટીએમ ટ્રાન્ઝેક્શન નોમિનલ જીડીપીના 15.4 ટકા હતા જે હવે ઘટીને 12.1 ટકા થઈ ગયા છે.
એસબીઆઈએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આરબીઆઈના 2000ની નોટ પાછી ખેંચવાના નિર્ણયની અર્થવ્યવસ્થા પર કોઈ અસર થશે નહીં. જો કે આ બેંકોને લિક્વિડિટી મોરચે મદદ કરશે. આ રિપોર્ટમાં એવી ધારણા છે કે નોટો ઉપાડવાથી સિસ્ટમમાં લગભગ 3 લાખ કરોડ રૂપિયા પાછા આવશે જ્યારે બેંકોની કરન્સી ચેસ્ટમાં પહેલેથી જ 60 હજાર કરોડ રૂપિયાથી વધુ છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પહેલા લોકો પૈસા ઉપાડવા માટે વર્ષમાં સરેરાશ 16 વખત એટીએમની મુલાકાત લેતા હતા. હવે આ સંખ્યા ઘટીને 8 વાર જ થઈ ગઈ છે. સતત ડિજિટલ પેમેન્ટને કારણે એટીએમમાંથી રોકડ ઉપાડવામાં ઘટાડો થયો છે. હાલમાં દેશમાં 2.5 લાખ એટીએમ છે.
રિપોર્ટ અનુસાર એપ્રિલમાં યુપીઆઈથી કુલ 14.1 લાખ કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન દરેક ચુકવણીનું સરેરાશ મૂલ્ય રૂપિયા 1,600 હતું. દેશના ટોપ-15 રાજ્યોમાં મૂલ્ય અને સંખ્યાના સંદર્ભમાં યુપીઆઈનો હિસ્સો 90 ટકા રહ્યો છે. ટોપ-100 જિલ્લાઓમાં આ હિસ્સો 45 ટકા છે. આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા અને કર્ણાટક મૂલ્ય દ્વારા યુપીઆઈ ચૂકવણીમાં 8-12 ટકા હિસ્સો ધરાવે છે. યુપી, રાજસ્થાન, બિહાર, તમિલનાડુ, પી. બંગાળમાં તે 5-8 ટકા છે.

Total Visiters :217 Total: 1362080

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *