અમદાવાદ
એમપી ફાયનાન્સિયલ સર્વિસીસ ગો ગોલ્ફ 2023 કેલેન્ડરના ગુલમહોર ગોલ્ફર ઓફ યર 2023 (જીજીઓવાય) ના ગુલમહોર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે તા.20 અને 21 મે ના રોજ યોજાયેલા ચોથા રાઉન્ડમાં 50 ગોલ્ફર્સ સામેલ થયા હતા.
0-14 હેન્ડીકેપ કેટેગરીમા એસપી સિંઘે 81 ગ્રોસ અને 35 પોઈન્ટ નોંધાવી અસરકારક દેખાવ કર્યો હતો અને વિજયી બન્યા હતા, અને તે 81 ગ્રોસ અને 33 પોઈન્ટ નોંધાવનાર અવતાર સિંઘને કટોકટી થી હરવ્યો હતો.
15-23 હેન્ડીકેપ કેટેગરીમાં સંજીવ કુમાર 91 ગ્રોસ અને 34 પોઈન્ટ નોંધાવી વિજેતા બન્યા હતા, જ્યારે એકે સિંઘ 86 ગ્રોસ અને 33 પોઈન્ટ સાથે રનર્સઅપ બન્યા હતા.
24-36 હેન્ડીકેપ કેટેગરીમાં કમલેશ તિવારીએ ઉત્તમ દેખાવ કર્યો હતો અને 93 ગ્રોસ તથા 35 પોઈન્ટ નોંધાવીને વિજયી બન્યા હતા. નમીત શર્મા 95 ગ્રોસ અને 33 પોઈન્ટ નોંધાવીને રનર્સઅપ બન્યા હતા. ત્રણ વિજેતાઓને તેમના પ્રયાસો બદલ 3,000 રિવોર્ડ પોઈન્ટ આપવામાં આવ્યા હતા, જ્યારે રનર્સઅપને 1800 પોઈન્ટ આપવામાં આવ્યા હતા.
જુનિયર કેટેગરીમાં 87 ગ્રોસ અને 34 પોઈન્ટ સાથે ત્વીસા પટેલ વિજયી બન્યા હતા, જ્યારે 101 ગ્રોસ અને 32 પોઈન્ટ નોંધાવી જુહી માવાણી રનર્સઅપ બન્યા હતા. ત્વીસાને તેના પર્ફોર્મન્સ બદલ 1,250 રિવોર્ડ પોઈન્ટ આપવામાં આવ્યા હતા, જ્યારે જુહીને 1,000 પોઈન્ટ મળ્યા હતા. તમામ કેટેગરીમાં 23 ગોલ્ફર્સ સામેલ થયા હતા અને પોતાની સિધ્ધિ બદલ રિવોર્ડ પોઈન્ટ પ્રોપ્ત કર્યા હતા.
આ ટુર્નામેન્ટમાં ત્રણ સ્કીલ કોમ્પિટીશન પણ યોજવામાં આવી હતી. મનાલી અગ્રવાલે હોલ #1 ખાતે લોન્ગેસ્ટ ડ્રાઈવ નોંધાવી હતી અને 272 યાર્ડનો આશ્ચર્યજનક શોટ માર્યો હતો.
દેવવ્રત સિંઘ રાજાવત ક્લોઝેસ્ટ ટુ ધ પીનમાં હોલ #3 ખાતે માત્ર 14 ફૂટ અને 8 ઈંચ દૂર દડો લઈ જઈને સ્પર્ધા જીતી ગયા હતા. ઋત્વિક ઠક્કરે હોલ #9 ખાતે હોલથી માત્ર 2 ફૂટ દૂર દડો લઈ જઈને સેકન્ડ શોટ ક્લોઝેસ્ટ ટુ ધ પીન સ્પર્ધા જીતી લીધી હતી.