વેપારીઓ ગ્રાહક પાસેથી સામાન ખરીદી દરમિયાન મોબીલ નંબર નહીં માગી શકે

Spread the love

નવી દિલ્હી
આપણે બધાએ જોયુ હશે કે મોલ કે કોઈ અન્ય જગ્યા પર શોપિંગ કરવા જઈએ ત્યારે બીલ બનાવતી વખતે દુકાનદાર કે બીલ બનાવનાર તમારી પાસે મોબાઈલ નંબરની માંગણી કરતો હોય છે પરંતુ તમે તેને મોબાઈલ નંબર આપવાની ના પાડી શકો છો. વાસ્તવમાં આજકાલ જાતભાતની છેતરપીંડી અને વિવિધ પ્રકારના કોલ આવતા હોવાથી કેન્દ્ર સરકારે ગ્રાહકોના હિતમાં એક એડવાઈઝરી બહાર પાડી છે. જેમા સરકારે કહ્યું છે કે, વેપારીઓ ગ્રાહકો પાસેથી સામાન ખરીદી દરમ્યાન મોબાઈલ નંબર માંગી શકશે નહી. અને તેના માટે દબાણ પણ કરી શકશે નહી. ગ્રાહકોને ધ્યાનમાં રાખી રોહિત કુમાર સિંહે એક એડવાઈજરી જાહેર કરી આ વિશે માહિતી આપવામાં આવે છે.
સચિવે આ અંગે વધુ વાત કરતા જણાવ્યુ હતુ કે, આ બાબતે વેપારીઓનું કહેવુ છે કે જ્યા સુધી ગ્રાહકનો પ્રસનલ કોન્ટેક્ટ નાખવામાં નથી આવતો નથી ત્યા સુધી બીલ નથી બની શકતુ. પરંતુ વપરાશકર્તા સંરક્ષણ સમિતિના કહેવા પ્રમાણે આ સિસ્ટમ જ ખોટી છે આ જાણકારી એકત્ર કરવા માટેની એક વિશેષ પ્રયોગ થઈ રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, અહી અમારા ગ્રાહકોની ગુપ્તતાની વિશે ચિંતાનો વિષય છે. ગ્રાહકોના હિતમાં આ મુદ્દાઓનું સોલ્યુશન લાવવા ખુદરા ઉદ્યોગ અને અને ઉદ્યોગ મંડલ ભારતીય ઉદ્યોગ પરિષદ (સીઆઈઆઈ)અને ફિક્કી માટે એક એડવાઈજરી જાહેર કરી હતી.
ગ્રાહકોની ફરિયાદ મામલે આ નિર્દેશ જાહેર કરવામાં આવ્યો હતો. રોહિત કુમાર સિંહે કહ્યુ કે ગ્રાહકોએ કેટલાક ખુદરા વેપારીઓ ઉપર ફરિયાદ કરી છે કે મોબાઈલ નંબર ન આપવાથી વેપારીઓ સર્વિસ નથી આપતા. તો આ મામલે તમને જણાવી દઈએ કે ગ્રાહકોએ કોઈ પણ વેપારી પાસેથી વસ્તુ ખરીદવા પર મોબાઈલ નંબર આપવો ફરજીયાત નથી.

Total Visiters :234 Total: 1378365

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *