અબજ ડૉલરનું કલેક્શન કરનારી ફિલ્મ જ્હોન વિક 4 ટ્વીટર પર લિક થઈ

Spread the love

વોશિંગ્ટન
અત્યાર સુધી ટ્વિટર એક એવું સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ હતું જેના પર માત્ર ફિલ્મોના નાના સીન અથવા સોંગ્સની ઝલક લીક થતી હતી. પરંતુ હવે આ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર આખી ફિલ્મ અપલોડ કરવામાં આવી છે અને આ કોઈ સામાન્ય ફિલ્મ નથી. આ ફિલ્મ ફ્રેન્ચાઇઝીએ વિશ્વભરમાં એક અબજ ડોલર કરતાં વધુ કલેક્શન કર્યું છે. એલોન મસ્કના ટ્વિટરને ટેકઓવર કર્યા પછી આ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર દરરોજ કંઈક નવું થતું હોય છે.
ટ્વિટર પર લીક થયેલી આ ફિલ્મ ‘જ્હોન વિક 4’ છે. આ એક્શન ફિલ્મે વિશ્વભરમાં લોકપ્રિયતા મેળવી છે અને ઘણા નવા કલેક્શન રેકોર્ડ પણ બનાવ્યા છે. આ ફ્રેન્ચાઈઝીની પ્રથમ ત્રણ ફિલ્મોને પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. કીનુ રિવ્સની આ ફિલ્મનું એચડી વર્ઝન ટ્વિટર પર અપલોડ કરવામાં આવ્યું છે. આ ફિલ્મને ટ્વિટર પર અપલોડ થયેલ 24 કલાકથી વધુ સમય થઈ ગયો હતો ત્યાર બાદ તેને ટ્વિટર પરથી હટાવવામાં આવ્યું હતું.
‘જ્હોન વિક: ચેપ્ટર 4’ 24 માર્ચે વિશ્વભરમાં રિલીઝ થઈ હતી. કીનુ રિવ્સની ફિલ્મનું નિર્દેશન ચેડ સ્ટેહેલસ્કી દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં કીનુ ઉપરાંત ડોની યેન, બિલ સ્કાર્સગાર્ડ, લોરેન્સ ફિશબર્ન, હિરોયુકી સનાડા અને રીના સવાયમા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ 35.29 અબજ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફ્રેન્ચાઈઝીની આ ફિલ્મ પણ સુપરહિટ રહી છે.

Total Visiters :189 Total: 1362073

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *