અમેરિકામાં જન્મેલી સિંગર ટીના ટર્નરનું 83 વર્ષની વયે નિધન

Spread the love

વોશિંગ્ટન
ક્વીન ઓફ રોક ‘એન’ રોલ તરીકે જાણીતી અમેરિકામાં જન્મેલી સિંગર ટીના ટર્નરનું બુધવારે 83 વર્ષની વયે નિધન થયું હતું. તેમના પ્રતિનિધિએ જણાવ્યું કે તેમણે ઝ્યુરિખ નજીકના તેમના ઘરે લાંબી બીમારી બાદ અંતિમ શ્વાસ લીધા. તેમને અત્યાર સુધીના મહાન રેકોર્ડિંગ કલાકારોમાંના એક ગણવામાં આવે છે. ટર્નરે છેલ્લી સદીના 60ના દાયકામાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે રોક ‘એન’ રોલના શરૂઆતના દિવસો હતા. તેમનું એક પ્રખ્યાત ગીત છે – વ્હોટ્સ લવ ગોટ ટુ ડૂ વિથ ઈટ? આમાં તેમણે પ્રેમને સેકન્ડ હેન્ડ ઈમોશન ગણાવ્યો છે. પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ ટ્વિટ કરીને તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

Total Visiters :148 Total: 1097373

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *