ગુજરાત સ્ટેટ ફૂટસાલ ક્લબ ચેમ્પિયનશીપઃ ૨૪ મે ૨૦૨૩

Spread the love

પહેલા દિવસની ચાર મેચોનાં પરિણામઃ વડોદરાની પારૂલ ફૂટબોલ ક્લબ તથા બરોડા ફૂટબોલ એકેડેમી તેમની મેચોમાં વિજેતા નીવડી

વડોદરા

આજથી અત્રે સમા ઇનડોર સ્ટેડિયમમાં શરૂ થયેલી જી.એસ.એફ.એ.ની ગુજરાત સ્ટેટ ફૂટસાલ ચેમ્પિયનશીપની એ ગ્રુપની પુરુષ વર્ગની ચાર મેચો રમાઇ.

ગેલેક્સિયન ફૂટબોલ એકેડેમી પાલનપુર અને શાહીબાગ ફૂટબોલ ક્લબ અમદાવાદ વચ્ચે રમાયેલી પહેલી મેચમાં શાહીબાગની ૯ વિરુદ્ધ ૨ ગોલથી જીત થઇ. ગેલેક્સિયન પ્રથમ હાફમાં બે ગોલ કર્યા પછી ઝાઝું કૌવત ન બતાવી શકી. જ્યારે શાહીબાગે પ્રથમ હાફમાં ૪ અને દ્વિતીય હાફમાં ૫ ગોલ કરીને પ્રભુત્વ જમાવ્યું. શાહીબાગ ફૂટબોલ ક્લબના શોએબ પઠાણ (જર્સી નં.૮) મેન ઑફ ધ મેચ બન્યા.

દિવસની બીજી મેચ ધરખમ એ.આર.એ. અને બરોડા ફૂટબોલ એકેડમી વચ્ચે રમાઇ જે બરોડાએ ૫ વિરુદ્ધ ૪ ગોલથી જીતી લીધી. બરોડા ફૂટબોલ એકેડેમીના રૂદ્ર છેત્રી (જર્સી નં. ૧૨) મેન ઑફ ધ મેચ બન્યા.

ત્રીજી મેચ પણ વડોદરાની પારૂલ ફૂટબોલ ક્લબ અને અમદાવાદની જગરનોટ ફૂટબોલ ક્લબ વચ્ચે રમાઇ. પારૂલ ક્લબે તેમાં ૬ વિરુદ્ધ ૨ ગોલથી વિજય મેળવ્યો. પારૂલ ક્લબના વીજુ પવાર (જર્સી નં. ૯૯) મેન ઑફ ધ મેચ જાહેર થયા.

આજના દિવસની ચોથી અને છેલ્લી મેચ સૂર્યવંશી ફૂટબોલ ક્લબ, ગાંધીનગર અને લક્ષ્ય ફૂટબોલ ક્લબ, પાલનપુર વચ્ચે રમાઈ. સૂર્યવંશી સામે લક્ષ્યની ટીમ ખૂબ જ નબળી સાબિત થઈ. સૂર્યવંશી ૨૨ વિરુદ્ધ ૧ ગોલથી મેચ જીતી ગઇ. સૂર્યવંશીના ખેલાડી શુભ દેવાંગ શાહ (જર્સી નં. ૨૫)ને મેન ઑફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.

Total Visiters :160 Total: 678838

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *