પૂણે
મહારાષ્ટ્રના પુણેમાં એનડીએની પાસિંગ આઉટ પરેડમાં સીડીએસ લેફ્ટન્ટ જનરલ અનિલ ચૌહાણે તેની સમીક્ષા કરી હતી. આ દરમ્યાન તેમણે જણાવ્યું કે, ભારત આ સમય અલગ રીતના પડકારનો સામનો કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, એક તરફ યુરોપમાં યુદ્ધ ચાલી રહ્યું છે, તો બીજી તરફ ચીનની સેનાની તૈનાતી અને પાડોશી દેશ પાકિસ્તાનમાં રાજકીય અને આર્થિક ઉથલ પાથલ ભારતીય સેના માટે એક અલગ પ્રકારનો પડકાર રજુ કરે છે.
તેમણે કહ્યું કે, આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યારે વૈશ્વિક સુરક્ષાની સ્થિતિ શ્રેષ્ઠ નથી અને આંતરરાષ્ટ્રીય ભૌગોલિક-રાજકીય વ્યવસ્થા સતત પરિવર્તનની સ્થિતિમાં છે. સીડીએસે જણાવ્યું હતું કે, સશસ્ત્ર દળો એલઓસી પરના આપણા દાવાની કાયદેસરતાને જાળવી રાખવા અને માત્ર તાત્કાલિક જ નહીં પરંતુ વિસ્તૃત પડોશમાં પણ શાંતિ અને સ્થિરતા જાળવવામાં રચનાત્મક ભૂમિકા ભજવવા માટે પ્રતિબદ્ધ છે. આપણે લશ્કરી બાબતોમાં નવી ક્રાંતિના સાક્ષી પણ છીએ, જે મોટાભાગે ટેકનોલોજી આધારિત છે, ભારતની સશસ્ત્ર દળો પણ મોટા પરિવર્તનના માર્ગ પર છે.
ચીન અને પાકિસ્તાનને લઈને ભારત સામે મોટો પડકારઃ સીડીએસ
Total Visiters :166 Total: 1376860