રૂપાણીને દિલ્હી, નીતિન પટેલને ઉત્તરાખંડની જવાબદારી સોંપાઈ

Spread the love

અમદાવાદ
2024ની લોકસભા ચૂંટણી માટે આજથી ભાજપ દેશભરમાં જનસંપર્ક અભિયાન શરૂ કરશે. 160 બેઠકો પર પકડ મજબૂત કરવા કેન્દ્રીય મંત્રીઓને જવાબદારી સોંપાઈ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને દિલ્લીની જવાબદારી અપાઈ છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને 5 ક્લસ્ટર અને ઉત્તરાખંડની જવાબદારી અપાઈ છે. જેઓ મોદી સરકારના કામો લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે. એક મહિના સુધી આ જનસંપર્ક અભિયાન ચાલશે.
કેન્દ્ર સરકારને 9 વર્ષ પૂરા થઈ રહ્યાં છે તે નિમિત્તે ભાજપ દ્વારા મોદી સરકારની નીતિ અને ઉપલબ્ધિઓની જાણકારી આપવા દેશભરમાં અભિયાન ચલાવવામાં આવનાર છે. આ જનસંપર્ક અભિયાન 30 મે થી 30 જુન સુધી ચલાવાશે. જેમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ઉત્તરાખંડ તેહરી ગઢવાલ, હરિદ્વાર અને ઉત્તરપ્રદેશમાં મુઝફ્ફરનગર અને કૈરાનાની જવાબદારી સોંપાઈ છે. આ લોકસભા ક્લસ્ટરમાં પ્રવાસ કરીને તેઓ ભાજપનો પ્રચાર કરશે. તેવું સુત્રો જણાવી રહ્યાં છે.
ભાજપે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબના પ્રભારીની સાથે બે મોટી જવાબદારીઓ સોંપી છે. પાર્ટીએ તેમને 30 મેથી શરૂ થનારા ભવ્ય જનસંપર્ક અભિયાનમાં આઉટરીચ પ્રોગ્રામના સુપરવાઈઝર બનાવ્યા છે. બીજી તરફ તેમને આપના ગઢ દિલ્હીમાં ત્રણ લોકસભા મતવિસ્તારના પ્રભારી પણ બનાવવામાં આવ્યા છે. પાંચ વર્ષથી વધુ સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહેલા વિજય રૂપાણીને પાર્ટી દ્વારા અગાઉના પંજાબના પ્રભારી બનાવવામાં આવ્યા છે. વિજય રૂપાણી દિલ્હીની સાતમાંથી ત્રણ લોકસભા બેઠકોના પ્રભારી હશે.

Total Visiters :239 Total: 847421

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *