વિજય બાદ જાડેજાને ભેટીને ધોની મેદાન પર જ રડી પડ્યો

Spread the love

અમદાવાદ
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ના ફાઈનલ મેચમાં કાલે જોરદાર રસાકસી બાદ રવીન્દ્ર જાડેજાએ સીએસકેને અવિશ્વનીય જીત અપાવી હતી. જે બાદ જીતની ઉજવણીનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમારી આંખોમાં પણ આંસુઓથી ભરાઈ જશે. આ વીડિયો આઈપીએલના ઓફિશિયલ પેજ પર શેર કરવામાં આવ્યો છે.
જીત આપવાવી રવિન્દ્ર જાડેજા ડગઆઉટ તરફ દોડ્યો ત્યારે જાડેજાને સુકાની એમએસ ધોનીએ તેડી લીધો હતો. જે વીડિયો સામે આવ્યો છે તેમાં ધોનીનો ક્લોઝ-અપ શોટ છે, જેમાં તેના આંખોમાં આંસુ સ્પષ્ટ જોવા મળે છે. ધોની પોતાની લાગણીઓને કાબૂમાં રાખવા માટે જાણીતો છે, પરંતુ ખિતાબ જીત્યા બાદ તેની પણ આંખો ભરાઈ ગઈ હતી.
આ વીડિયો જોયા પછી તમારી પણ આંખો ભીની થઇ જશે. આ વિડિયોમાં, સીએસકેની જીતના સમયે આવી પ્રતિક્રિયાઓ કેપ્ચર કરવામાં આવી હતી, જે તમને પણ ભાવુક કરી દેશે. આ વીડિયોમાં ધોનીની દીકરી ઝીવા પણ તેને ગળે લગાવે છે અને સાક્ષી ધોની પણ પાછળ ઉભેલી જોવા મળે છે. ફાઈનલ મેચ જીત્યા બાદ ધોનીએ કહ્યું કે, તે વધુ એક સિઝન રમવા માંગશે.

Total Visiters :195 Total: 1378531

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *