નવી દિલ્હી
રિઝર્વ બેંક (આરબીઆઈ)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ફરી એકવાર ભારત સરકારની આર્થિક નીતિઓ પર શંકા વ્યક્ત કરી છે અને કેટલાક પ્રશ્નો ઉભા કર્યા છે. આ વખતે તેમનો ટાર્ગેટ કેન્દ્ર સરકારની પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ (પીઆઈએલ) છે અને તેમણે પૂછ્યું છે કે શું સરકારની આ યોજના નિષ્ફળ સાબિત થઈ છે.
આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કેટલાક અન્ય લેખકો સાથે એક સોશિયલ મીડિયા નોટમાં સવાલો ઉઠાવ્યા છે કે મોદી સરકારની પીઆઈએલ યોજનાની સફળતાના પુરાવા શું છે જે મૂળ દેશમાં ઉત્પાદન પ્રવૃત્તિઓને વેગ આપવા માટે રજૂ કરવામાં આવી હતી. તેમણે સવાલ કર્યો છે કે શું ભારત ખરેખર એક મેન્યુફેક્ચરિંગ જાયન્ટ બની ગયું છે, જેના દાવાઓ થઈ રહ્યા છે. તેમણે લખ્યું છે કે દેશમાં મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગના આંકડા જોયા પછી આવી ચિંતાઓ સામે આવી રહી છે, જેનો જવાબ આપવાની જરૂર છે. કારણ કે આ સ્કીમનું ફોકસ મુખ્યત્વે દેશમાં મોબાઈલ ફોનના ઉત્પાદનને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું હતું.
તેમની રિસર્ચ નોટમાં રઘુરામ રાજને લખ્યું છે કે ભારત મોબાઈલ ફોન ઉત્પાદન ક્ષેત્રે હજુ સુધી દિગ્ગજ બન્યું નથી, જેવી પીઆઈએલ યોજનાઓના લોન્ચ સમયે અપેક્ષા રાખવામાં આવી હતી અને ઊંચા વચનો આપવામાં આવ્યા હતા. તેમની સાથે બે વધુ લેખકો રાહુલ ચૌહાણ અને રોહિત લાંબાએ ઉલ્લેખ કર્યો છે કે આ યોજના ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં નિષ્ફળ સાબિત થઈ છે.
કેન્દ્રની મોદી સરકારે 1.97 લાખ કરોડના ખર્ચે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ (પીઆઈએલ)ની જાહેરાત કરી હતી. તેના દ્વારા દેશના વિવિધ ક્ષેત્રોમાં મેન્યુફેક્ચરિંગમાં ચેમ્પિયન બનાવવા અને સામાન્ય રોજગારીની તકો ઊભી કરવાનો દાવો કરવામાં આવ્યો હતો.
જો કે, રાજને કહ્યું છે કે કેન્દ્ર સરકારે આ યોજનાના આંકડાઓને ધ્યાનથી જોવું જોઈએ અને પીઆઈએલ યોજના હેઠળ અત્યાર સુધીમાં કેટલી નોકરીની તકો ઊભી થઈ છે તેનું વિગતવાર મૂલ્યાંકન કરવું જોઈએ. અત્યાર સુધી પીએલઆઈ સ્કીમ શા માટે દેશના વિવિધ ક્ષેત્રોને ફાયદો પહોંચાડી શકી નથી અને તે કેમ કામ નથી કરી રહી – સરકારે તેના વિશે વિચારીને જવાબ આપવો જોઈએ.
કેન્દ્રની પીઆઈએલ સ્કિમ નિષ્ફળ સાબિત થઈ છેઃ રઘુરામ રાજન
Total Visiters :163 Total: 1362367