વોશિંગ્ટન
અમેરિકાએ જણાવ્યું કે દક્ષિણ ચીન સાગર પર આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રમાં ઉડતા ચીનના લડાકૂ વિમાને અમેરિકી આર્મીના વિમાન સામે આક્રમકતા બતાવવાનો પ્રયાસ કર્યો હતો. અમેરિકાના સૈન્ય કમાન્ડરે કહ્યું કે ચીનનું જે-16 વિમાન ગત અઠવાડિયે અમેરિકાના વિમાન સામે આવી ગયું હતું અને તેણે કળાબાજી બતાવી હતી. જેના લીધે યુએસ આરસી -135 વિમાને ટર્બુલન્સનો સામનો કરવો પડ્યો હતો.
ચીનના ફાઈટર જેટ અને અમેરિકાના વિમાનની ઘટના સાથે જોડાયેલ એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે ચીની ફાઈટર પ્લેન અમેરિકન પ્લેનની નજીકમાંથી પસાર થાય છે. જેના કારણે યુએસ આરસી -135 વિમાન હચમચી જાય છે. જો કે હજુ સુધી આ મામલે અમેરિકામાં ચીની દૂતાવાસ તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી.
આ ઘટના પર નિવેદન આપતા અમેરિકાએ કહ્યું કે જ્યાં પણ આંતરરાષ્ટ્રીય કાયદો ઉડાનને મંજૂરી આપે છે, અમે ત્યાં સલામત અને જવાબદારીપૂર્વક ઉડાન ભરીશું અને અમારી બાજુથી સંચાલન કરવાનું ચાલુ રાખીશું. તેના પર ચીને અગાઉ નિવેદન જારી કરીને કહ્યું હતું કે અમેરિકાએ દક્ષિણ ચીન સાગર પર ઉડવા માટે તેનું વિમાન મોકલવું જોઈએ નહીં, કારણ કે તે પરસ્પર શાંતિ માટે સારું નહીં હોય. જો કે, આવા સંઘર્ષો ભાગ્યે જ જોવા મળે છે. આ પહેલા ચીની સેનાનું પ્લેન અમેરિકન પ્લેનથી 10 ફૂટ નજીક આવી ગયું હતું, ત્યાર બાદ ટક્કરથી બચવા માટે પ્લેને થોડીક એક્રોબેટિક્સ કરવી પડી હતી. અમેરિકાએ ચીનના આ પગલાને ખતરનાક ગણાવ્યું છે.
ચીનના લડાકૂ વિમાને યુએસ સેનાના વિમાન સામે આક્રમકતા બતાવી
Total Visiters :170 Total: 1361832