બ્રિજ ભૂષણ શરણ સિંહ પરથી પોસ્કોની કલમ હટાવવાની શક્યતા

Spread the love

નવી દિલ્હી
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ અધ્યક્ષ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર સગીર મહિલા રેસલરે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. જેને લઇને આંતરરાષ્ટ્રીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સહિત ઘણા કુસ્તીબાજો વિરોધ કરી રહ્યા છે.
જ્યારથી બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણના આરોપો લાગ્યા છે ત્યારથી કુસ્તીબાજોનો વિરોધ ચાલી રહ્યો છે. કુસ્તીબાજોના વિરોધનો આજે 39મો દિવસ છે.
દેશની રાજધાની દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ અધ્યક્ષ બ્રિજ ભૂષણ શરણ સિંહના યૌન શોષણના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે.
દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના સાંસદ બ્રિજ ભૂષણ પર યૌન શોષણનો આરોપ મૂકનાર સગીર કુસ્તીબાજ પુખ્ત છે. હાલમાં દિલ્હી પોલીસની તપાસમાં એક મોટો ખુલાસો થયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર યુવતીએ પોતાની ઉંમર 2 વર્ષ ઓછી કહી હતી. આરોપો લગાવનાર સગીર રેસલર વિશે આ માહિતી જાહેરમાં આવ્યા પછી, કુસ્તીબાજોના પ્રદર્શન અને તેમના આરોપોને લઈને નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. એવી પણ ચર્ચા છે કે જો પોલીસ રિપોર્ટ સાચો છે, તો બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ એફઆઈઆરમાં લગાવવામાં આવેલી પોસ્કોની કલમ હટાવી શકાય છે.
કુસ્તીબાજોના વિરોધનો આજે 39મો દિવસ છે ત્યારે આ મુદ્દે કેન્દ્ર સરકારની ઉદાસીનતા સામે 28 મેના રોજ કુસ્તીબાજોએ દિલ્હીના જંતર-મંતરથી નવા સંસદ ભવન તરફ કૂચ કરી હતી, પરંતુ દિલ્હી પોલીસે તેમના સમર્થકો સહિત મોટી સંખ્યામાં કુસ્તીબાજોની અટકાયત કરી હતી. તે પછી દિલ્હી પોલીસે જંતર-મંતર પર કુસ્તીબાજોના પ્રદર્શન પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.
દિલ્હી પોલીસના આ સ્ટેન્ડ બાદ મંગળવારે કુસ્તીબાજો વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાએ હરિદ્વાર પહોંચ્યા બાદ પોતાના મેડલ ગંગામાં વહેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જ્યારે બીકેયુ નેતા નરેશ ટિકૈત આગળ આવ્યા ત્યારે કુસ્તીબાજોએ મેડલને ગંગામાં વહેવડાવવાનો ઇનકાર કરી દીધો હતો. આ કાર્યક્રમ પાંચ દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યો હતો. બીજી તરફ, દિલ્હી પોલીસે કુસ્તીબાજોને ઈન્ડિયા ગેટ પર ધરણા ચાલુ રાખવાની પરવાનગી આપવાનો ઈન્કાર કરી દીધો છે.
દિલ્હી પોલીસે આ મામલે કહ્યું છે કે પહેલવાલે કોઈ અન્ય વિકલ્પ આપવો જોઈએ, અમે તેના પર વિચાર કરીને તેમને હડતાળ ચાલુ રાખવાની મંજૂરી આપી શકીએ છીએ.

Total Visiters :174 Total: 1095565

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *