દેશની 40 મેડિકલ કોલેજોની માન્યતા રદ, 150 પર સરકારની નજર

Spread the love

નવી દિલ્હી
કેન્દ્ર સરકાર દ્વારા દેશની 40 મેડિકલ કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે. ઉપરાંત 150 મેડિકલ કોલેજ હાલમાં સરકારની નજર હેઠળ છે. એનો અર્થ એ છે કે આ બાકીની 150 કોલેજ પર પણ કાર્યવાહી થઇ શકે છે. આ અંગે મળતી વિગતો મુજબ તપાસ દરમીયાન આ કોલેજ તથા તેની વ્યવસ્થા પ્રણાલીમાં અનેક તૃટિઓ જોવા મળી છે. તેથી સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નેશનલ મેડિકલ કોલેજના યુજી બોર્ડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસના આધારે 40 મેડિકલ કોલેજની માન્યતા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આ કોલજો દ્વારા મહાવિદ્યાલયના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. આયોગ દ્વારા કરવામાં આવેલ તપાસ અંતર્ગત સીસીટિવી કેમેરા, આધાર- લિંક્ડ બાયોમેટ્રિક હાજરી પ્રક્રિયા અને ફેકલ્ટીની જવાબદારી સંબંધિત અનેક ત્રૃટિઓ તપાસ અંતર્ગત જાણવા મળી હતી. તેથી કેન્દ્ર સરકાર દ્વારા કડક વલણ દાખવી આવી કોલેજોની માન્યતા રદ કરવામાં આવી છે.
સરકારી આંકડા મુજબ 2014થી દેશના મેડિકલ કોલેજીસમાં દેખીતી રીતે વધારો થયો છે. આરોગ્ય પ્રધાન ભારતી પ્રવીણ પવારે ફેબ્રુઆરીમાં રાજ્યસભામાં કહ્યું હતું કે 2014માં 387 મેડિકલ કોલેજ હતાં. જોકે હવે તેની સંખ્યા 69 ટકાથી વધીને 654 થઇ છે. એમબીબીએસની બેઠકોમાં 94 ટકાનો વધારો નોંધાયો છે. 2014માં એમબીબીએસની બેઠકો 51,348 હતી જે હવે વધીને 99,763 થઇ ગઇ છે. PGની બેઠકોમાં 107 ટકાનો વધારો થયો છે. જે 2014 પહેલાં 31,185 હતી જે હવે 64,559 થઇ ગઇ છે.
કેન્દ્ર સરકાર દ્વારા જે 40 કોલેજોની માન્યતા રદ કરવામાં આવી છે તેમાં ગુજરાત, આસામ, પોંડીચેર, તામીળનાડુ, પંજાબ, આંધ્ર પ્રદેશ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાલ આ રાજ્યની કોલેજીસનો સમાવેશ છે. ઉપરાંત 150 કોલેજીસની તપાસ હજી ચાલી રહી છે. જો તેમાં કોઇ તૃટિ દેખાશે તો તેની માન્યતા પણ રદ કરવામાં આવશે એમ કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે.
ત્યારે હવે પ્રશ્ન થાય છે કે જે કોલેજીસની માન્યતા રદ કરવામાં આવી છે તેમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓનું શું થશે? જોકે આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા હજી સુધી કોઇ જાણકારી આપવામાં આવી નથી. જોકે આ કોલેજીસ નેશનલ મેડિકસ કાઉન્સીલમાં અપીલ કરી શકે છે એ માટે સરકાર દ્વારા માર્ગ ખૂલો રાખવામાં આવ્યો છે. તેથી જો મેડિકલ કાઉન્સીલ આ કોલેજોને રાહત આપે તો વિદ્યાર્થીઓને કોઇ અડચણ નહીં થાય. પણ જો મેડિકલ કાઉન્સલ સરકારના નિર્ણય સાથે રહેશે તો કેન્દ્ર સરકારે માન્યતા રદ થયેલી કોલેજના વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે વિચારણા કરવી પડશે.

Total Visiters :115 Total: 678888

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *