રાહુલ ગાંધીએ અમેરિકાના એરપોર્ટ પર બે કલાક લાઈનમાં ઊભા રહેવું પડ્યું

Spread the love

સાન ફ્રાન્સિસ્કો
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેરિકા પહોંચી ગયા છે અને તેમણે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યુ હતુ.
આ પહેલા રાહુલ ગાંધીને જોકે અમેરિકાના એરપોર્ટ પર બે કલાક લાઈનમાં ઉભા રહીને રાહ જોવી પડી હતી. રાહુલ ગાંધી સાથે ઘણા મુસાફરોએ સેલ્ફી પણ લીધી હતી. કોમન મેનની જેમ રાહુલ ગાંધી ઈમિગ્રેશન માટેની લાઈનમાં પોતાનો વારો આવે તેની રાહ જોતા ઉભા રહ્યા હતા.
લોકોએ તેમને પૂછ્યુ હતુ કે ,તમે લાઈનમાં કેમ ઉભા છો ત્યારે રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે હું એક અદનો માણસ છું અને મને આ જ રીતે વહેવાર કરવો પસંદ છે. હું હવે કોઈ સાંસદ નથી.
એ પછી એરપોર્ટની બહાર નીકળેલા રાહુલ ગાંધીનો ઓવરસિઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ સ્વાગત કર્યુ હતુ.
દિલ્હીની કોર્ટે તેમને અમેરિકાના પ્રવાસ માટે મંજૂરી આપી હતી. આ માટે તેમને આમ ભારતીયને અપાય છે તેવો પાસ પોર્ટ આપવામાં આવ્યો હતો. કારણકે સાંસદ તરીકે તેમની માન્યતા રદ થયા બાદ સાંસદને મળતો ડિપ્લોમેટિક પાસપોર્ટ તેમણે પાછો આપી દીધો હતો અને નવા પાસપોર્ટ માટે અરજી કરી હતી.
અમેરિકાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી ત્રણ શહેરોમાં ભારતીય સમુદાયને સંબોધન કરવાના છે. જેમાં સાન ફ્રાન્સિસ્કો ઉપરાંત વોશિંગ્ટન અને ન્યૂયોર્કનો સમાવેશ થાય છે. વોશિંગ્ટનમાં તેઓ પત્રકારો સાથે વાતચીત કરવાના છે.

Total Visiters :111 Total: 678483

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *