નવી દિલ્હી
ભાજપના નેતા રવિશંકર પ્રસાદે આજે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત હતી. જેમાં તેમણે રાહુલ ગાંધી પર પલટ પ્રહાર કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધી કહે છે કે તેઓ નફરતના બજારમાં પ્રેમનો સંદેશ લઈને આવ્યા છે. હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે નફરતનું બજાર તેમ જ કેમ ફેલાવી રહ્યા છો.
બીજેપી નેતાએ કહ્યું કે, રાહુલ ગાંધી તમારી નફરતની બજારને તો જીડીપી રીપોર્ટે જ બંધ કરી નાખી. ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની શ્રેષ્ઠ અર્થવ્યવસ્થા છે. આ અમે નથી કહી રહ્યા પરંતુ દુનિયાની બે મોટી સંસ્થાઓના રીપોર્ટમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે.
વિશ્વની જીડીપી વધી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, ભારતની નિકાસ ધીમી થઇ રહી છે. તેમણે કહ્યું કે, આ મામલે રાહુલ ગાંધીનું નિકાસનું આકલન ખોટું છે. ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં 5માં નંબરે છે. રાહુલ ગાંધીએ ભારતનો વિકાસ અહેવાલ વાંચવો જોઈએ. રાહુલ ગાંધી જ્યારે વિદેશ જાય છે ત્યારે દેશને બદનામ કરે છે. પ્રેમનો સંદેશ માત્ર એક બહાનું છે. બીજેપી નેતાએ એમ પણ કહ્યું કે, રાહુલ ગાંધી ફોન ટેપિંગને લઈને ખોટું બોલી રહ્યા છે. જો સાચું જ હોય તો તેઓ તપાસથી કેમ ભાગી રહ્યા છે. 2030 સુધીમાં ભારત વિશ્વનો વિકાસ ચાલક બની જશે. નફરતનું બજાર ફેલાવવાનું બંધ કરો.
રાહુલ ગાંધીએ કહ્યું, મને લાગે છે કે મારો આઇફોન ટેપ થઈ રહ્યો છે. તમને એક રાષ્ટ્ર તરીકે અને એક વ્યક્તિ તરીકે પણ ડેટાના રક્ષણ માટે યોગ્ય નિયમોની જરૂર છે. તેમણે કહ્યું કે જો કોઈ દેશ તમારો ફોન ટેપ કરવા માંગે છે તો તેને કોઈ રોકી ન શકે. આ મારી સમજ છે. રાહુલે કહ્યું, “જો દેશને ફોન ટેપિંગમાં રસ હોય તો તે લડાઈ લડવા યોગ્ય નથી. મને લાગે છે કે હું જે પણ કામ કરું છું, બધું સરકારની સામે છે.”
જીડીપી રીપોર્ટે જ રાહુલ ગાંધીના નફરતના બજારને બંધ કરી દીધુઃ રવિશંકર પ્રસાદ
Total Visiters :238 Total: 1376822