નેશનલ સિક્યુરિટી કાઉન્સિલની બેઠકને સંબોધતા જિનપિંગે દેશની રાષ્ટ્રીય સુરક્ષા પ્રણાલી અને ક્ષમતાઓને મોર્ડન બનાવવાના પ્રયાસો પર ભાર મૂક્યો
બિજિંગ
અ્મેરિકા અને યુરોપિયન યુનિયન સાથે ચીનના સબંધો અત્યંત તંગ બની ચુકયા છે. બીજી તરફ ભારત સાથે પણ ચીનનો સરહદ વિવાદ ચાલી રહ્યો છે. તાઈવાન સામે પણ ચીન બાંય ચઢાવી ચુકયુ છે.
આ સંજોગોમાં હવે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે લોકોને એવી ચેતવણી આપી છે જેના કારણે ચીન યુધ્ધની તૈયારીઓ તો નથી કરી રહ્યુ ને..તેવો સવાલ ઉઠી રહ્યો છે.
જિનપિંગે ચીનના લોકોને કહ્યુ છે કે, નાગરિકોએ સૌથી ખરાબ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવુ પડશે. કારણકે ચીન અત્યંત મુશ્કેલ સુરક્ષા પડકારોનો સામનો કરી રહ્યુ છે. તેમણએ આગળ કહ્યુ હતુ કે, દેશની સામે રાષ્ટ્રીય સુરક્ષાના જટીલ પડકારો ગંભીર અને નાટકીય ઢબે વધી ગયા છે. જીત મેળવવા માટે આપણી પાસે પૂરતો આત્મ વિશ્વાસ હોવો જરૂરી છે તેમજ આપણી શક્તિ શું છે તેની પણ આપણને જાણ હોવી જોઈએ.
નેશનલ સિક્યુરિટી કાઉન્સિલની બેઠકને સંબોધતા જિનપિંગે કહ્યુ હતુ કે, આપણે સૌથી ખરાબ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવુ પડશે. દેશની રાષ્ટ્રીય સુરક્ષા પ્રણાલી અને ક્ષમતાઓને હજી મોર્ડન બનાવવા માટેના પ્રયાસો કરવાની જરૂરિયાત છે. દેશે વાસ્તિવક લડાઈ અને સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે તત્પરતા બતાવવી પડશે.
જિનપિંગ ગયા વર્ષે સતત ત્રીજી વખત ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા અને તે પછી તેઓ દેશની સુરક્ષા વધારવા માટે તથા સેનાની યુધ્ધ ક્ષમતા વધારવા પર ભાર મુકી રહ્યા છે.