ટ્વીટરના યુઝર્સ એઆઈથી બનાવેલા નકલી ફોટોને ઓળખી શકશે

Spread the love

કંપનીએ નવું નોટ ઓન મીડિયા ફીચર રજૂ કર્યું છે, જો કે હાલમાં આ ફીચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે

વોશિંગ્ટન
માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટર એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ એઆઈ દ્વારા બનાવેલા નકલી ફોટોને ઓળખી શકશે. આ માટે કંપનીએ નવું નોટ ઓન મીડિયા ફીચર રજૂ કર્યું છે. જો કે હાલમાં આ ફીચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ટ્વિટરે તેના કોમ્યુનિટી નોટ્સ ટ્વીટર હેન્ડલ પરથી આ ફીચરની જાહેરાત કરી છે.
કંપનીએ જણાવ્યું હતું કે તે એઆઈ જનરેટેડ ફોટો અને હેરફેરવાળા વીડિયોના ફેલાવાને રોકવા માટે નોટ્સ ઓન મીડિયા નામની નવી ફીચરનું પરીક્ષણ કરી રહી છે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે જનરેટિવ એઆઈ ઝડપથી વિસ્તરી રહ્યું છે અને એવી આશંકા છે કે તે વેબ પર ફેક ન્યૂઝને વધુને વધુ વાયરલ કરી શકે છે. સોશ્યલ મીડિયા પર આના ઘણા ઉદાહરણો પણ જોવા મળ્યા છે. એઆઈ દ્વારા બનાવેલી ફોટો એટલી અસલી લાગે છે કે અસલી અને નકલી વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બની જાય છે. આ જ કારણ છે કે ટ્વીટર યુઝર્સને હેરાફેરી કરાયેલ કન્ટેન્ટથી દૂર રાખવા માટે નવા ટૂલ્સ રજૂ કરવામાં આવી રહ્યા છે.
ટ્વિટરે એક ટ્વિટ દ્વારા નવા ફીચર વિશે જાણકારી આપી છે. ટ્વીટર અનુસાર નવી નોટ ઓન મીડિયા ફીચર યુઝર્સને નકલી અને અસલી કન્ટેન્ટને ઓળખવામાં મદદ કરશે. યૂઝર ઇમેજ શેર કરતાની સાથે જ શેર કરેલી ફોટો પર એક નોટ ઑટોમૅટિક રીતે દેખાશે, જે તેની ઓરીઝનલ અને ફેક ડીટેલ્સ બનાવશે.
આ સુવિધા હાલમાં સિંગલ ફોટોવાળા ટ્વીટ્સ માટે છે, પરંતુ ટ્વીટર તેને વિડિયોઝ અને ટ્વીટ્સ સુધી વિસ્તૃત કરવાની યોજના બનાવી રહ્યું છે. ટ્વીટર કહે છે કે કોમ્યુનિટી નોટ્સ માત્ર એક ટ્વીટ માટે જ નહીં, પરંતુ સમાન મીડિયા સાથેની કોઈપણ ટ્વીટ્સ માટે વેલ્યુએબલ કોન્ટેક્ટસ પ્રદાન કરી શકે છે. જેમ તે ટ્વીટ્સમાં કામ કરે છે તેમ ઈમેજમાં નોટ્સ વધારાના સંદર્ભ આપશે જેમ કે ઈમેજ ભ્રામક છે કે એઆઈ દ્વારા બનાવવામાં આવી છે. આ સુવિધા હાલમાં 10 કે તેથી વધુના રાઈટીંગ ઈમ્પેક્ટ સ્કોર ધરાવતા યુઝર્સને માત્ર ટ્વીટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે ટ્વીટ્સમાં મીડિયા કન્ટેન્ટ વિશે સ્વતંત્ર નોટ્સ પ્રદાન કરવાની મંજૂરી આપે છે.

Total Visiters :124 Total: 678065

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *