બિમાર પત્નીના સારા સ્વાસ્થ્ય માટે પ્રચંડ મહાકાલની શરણે

Spread the love

એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેને ત્યાં ફક્ત તેની પત્નીના નામ પર જ પૂજા કરી હતી


ઉજૈન
ભારતના પ્રવાસે આવેલા નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ ઉજ્જૈનના મહાકાલ મંદિર પહોંચ્યા હતા. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેમનું સ્વાગત કર્યું હતું. પહેલા તે ઈન્દોર પહોંચ્યા અને પછી ઉજ્જૈન જવા રવાના થયા હતા. પ્રચંડને મળવા પર શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, ‘ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો ઐતિહાસિક છે. ક્યારેક એવું લાગે છે કે બે દેશો જ અલગ છે, પરંતુ સંસ્કૃતિ અને સભ્યતા એક જ સરખી છે. અમને આશા છે કે, બંને દેશો વચ્ચેના સંબંધો નવી ઊંચાઈએ પહોંચશે. આ દરમિયાન શિવરાજ સિંહ ચૌહાણ પણ નેપાળી કેપ પહેરેલા જોવા મળ્યા હતા.
નેપાળી પીએમની મહાકાલની મુલાકાતની ખૂબ ચર્ચા થઈ રહી છે. નેપાળની આંતરિક રાજનીતિમાં આ વાતની પણ ચર્ચા થઈ રહી છે કારણ કે તે કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા છે. સૂત્રો પરથી મળી માહિતી અનુસાર, તે પોતાની બીમાર પત્નીના સારા સ્વાસ્થ્યની ઈચ્છા સાથે મહાકાલના દ્વારે પહોચ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેને ત્યાં ફક્ત તેની પત્નીના નામ પર જ પૂજા કરી હતી. જો કે, આ પહેલીવાર નથી જ્યારે નેપાળના પીએમ ભારતના પ્રવાસ પર કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ રહ્યા હોય. આ પહેલા એપ્રિલ 2022માં તત્કાલીન નેપાળી પીએમ શેર બહાદુર દેઉબા ભારત આવ્યા ત્યારે તેમણે કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી હતી.

Total Visiters :131 Total: 1092677

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *