મહિલા રેસલર્સના સમર્થમમાં યોજાયેલી ખાપમાં અંદરો-અંદર ઝઘડો

Spread the love

કુરુક્ષેત્રમાં ખાપ પંચાયતની બેઠક દરમિયાન કોઈ મુદ્દે બેઠકમાં ઉપસ્થિત ચૌધરી અંદરો અંદર ઝઘડી પડ્યા, આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો


કુરુક્ષેત્ર
ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ અને ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજો સતત પ્રદર્શનો કરી રહ્યા છે. કુસ્તબાજોનો સમર્થનમાં ખાપ પંચાયતો પણ મેદાનમાં ઉતરી આવી છે અને કુરુક્ષેત્રમાં ખાપ પંચાયતની બેઠકનું આયોજન કરાયું છે, જોકે આ દરમિયાન કોઈ મુદ્દે બેઠકમાં ઉપસ્થિત ચૌધરી અંદરો અંદર ઝઘડી પડ્યા છે અને જોત જોતામાં હંગામો શરૂ થઈ ગયો છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
જોકે આજે યોજાયેલી પંચાયતમાં ચૌધરી અંદરો અંદર કયા કારણે ઝઘડી પડ્યા તે વાતની પુષ્ટી થઈ શકી નથી. અગાઉ કુસ્તીબાજોના સમર્થનમાં ગુરુવારે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ખાપ પંચાયત યોજાઈ હતી. દરમિયાન ગુરુવારે મુઝ્ઝફરનગર યોજાયેલી ખાપ પંચાયત અને આજે કુરુક્ષેત્રમાં યોજાયેલી મહાપંચાયતમાં શું નિર્ણયો લેવાયા, તે અંગેની માહિતી પ્રેસ કોન્ફરન્સ દ્વારા સાંજે 5.00 વાગે આપવામાં આવશે.
કુસ્તીબાજો જાતીય સતામણીના આરોપો હેઠળ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરી રહ્યા છે. આજે યોજાયેલી ખાપ પંચાયતોમાં હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ખાપ ચૌધરી તેમજ સંયુક્ત કિસાન મોર્ચાના સભ્યો પણ સામેલ થયા છે. સર્વ જાતીય સર્વ ખાપ પંચાયતમાં પહોંચેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, આ તોપ તલવારોની નહીં, પરંતુ પ્રજા વચ્ચેની વૈચારિક લડાઈ છે. આમાં આપણી જીત થશે. તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કુસ્તીબાજોનો મામલો પહોંચી ગયો છે, કારણ કે કાર્યવાહી ન કરાતા દેશની છબી ખરાબ થઈ રહી છે.

Total Visiters :158 Total: 1384396

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *