1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમ આંદોલનકારી મહિલા રેસલર્સના સમર્થનમાં

Spread the love

અનેક મોટા ક્રિકેટરોના સમર્થનથી હવે દેખાવકાર કુશ્તીબાજોનો જુસ્સો બુલંદ થયો હશે, આ મામલે આ વર્લ્ડકપ વિજેતા ટીમના ખેલાડીઓએ એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું હતુ


નવી દિલ્હી
1983ની ક્રિકેટ વર્લ્ડકપ વિજેતા ટીમ હવે જાતીય સતામણીનો આરોપ મૂકી દેખાવો કરનારા મહિલા રેસલરોના સમર્થનમાં ઊતરી આવી છે. અનેક મોટા ક્રિકેટરોના સમર્થનથી હવે દેખાવકાર કુશ્તીબાજોનો જુસ્સો બુલંદ થયો હશે. આ મામલે આ વર્લ્ડકપ વિજેતા ટીમના ખેલાડીઓએ એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું હતું.
1983ની ચેમ્પિયન ટીમે તેમના નિવેદનમાં લખ્યું કે, કુસ્તીબાજો સાથેના થયેલા ખરાબ વર્તનથી અમે પરેશાન છીએ. કુશ્તીબાજોએ દેશનું માન વધાર્યું છે. તમે મહેનતથી આ મેડલ જીતીને લાવ્યા છો. તમારી આ મહેનતને ગંગામાં વહાવી ન દેતા. કોઈપણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરશો. પહેલવાનો સાથે જે કંઈ થયું તે દુઃખદ છે. આશા છે કે તમારી વાત સાંભળવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ પત્ર લખનારા ખેલાડીઓમાં ગાવસ્કર, કપિલ, વેંગસકર, વિન્ની અને મદનલાલે આ સંયુક્ત નિવેદન જાહેર કર્યું હતું.

Total Visiters :95 Total: 681696

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *