બાલાસોરની હોસ્પિટલમાં રક્તદાન માટે લોકોની ભીડ ઉમટી પડી

Spread the love

ટ્રેન દુર્ઘટના સ્થળે ચાલી રહેલા બચાવ અભિયાનથી લઈને હોસ્પિટલો સુધી લોકો મદદ માટે ઉભા છે

બાલાસોર

ઓડિશાના બાલાસોર જિલ્લામાં ભયાનક ટ્રેન દુર્ઘટનાથી આખો દેશ શોકમાં છે. આ દુર્ઘટનાના પીડિતોને સરકાર મદદ કરી રહી છે એટલું જ નહીં ઘટનાસ્થળની આસપાસના લોકો પણ આગળ આવ્યા છે. એનડીઆરએફ, સેના, પોલીસ, ડોકટરોથી લઈને તમામ રાજકીય પક્ષોના કાર્યકરો, સામાન્ય લોકોએ મોરચો સંભાળ્યો છે. ટ્રેન દુર્ઘટના સ્થળે ચાલી રહેલા બચાવ અભિયાનથી લઈને હોસ્પિટલો સુધી લોકો મદદ માટે ઉભા છે. માનવતાનું એક મહાન ઉદાહરણ રજૂ કરતા, ઓડિશાના યુવાનો પીડિતોને મદદ કરવા માટે સંસાધનોથી લઈને રક્તદાન સુધી તૈયાર છે. જેનું એક દ્રશ્ય આપણને બાલાસોરની હોસ્પિટલમાં જોવા મળે છે કે જ્યાં રક્તદાન માટે લોકોની ભીડ ઉમટી રહી હતી.

ઓડિશાના બાલાસોર જિલ્લાની હોસ્પિટલોમાંથી આવેલી તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સેંકડો સ્થાનિક યુવકો ટ્રેન દુર્ઘટનામાં ઘાયલો લોકોને લોહી આપવા માટે લાઈનમાં ઉભા છે. પોતાના વાહનોમાં આવીને તેઓ આકરી ગરમીમાં પણ રક્તદાન કરવા માટે રાહ જોઈ રહ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘એઈમ્સ ભુવનેશ્વરથી ડોક્ટરોની બે ટીમને અકસ્માત સ્થળ બાલાસોર અને કટક મોકલવામાં આવી છે. અમે લોકોના જીવનને બચાવવા માટે તમામ જરૂરી મદદ અને તબીબી સહાય પૂરી પાડી રહ્યા છીએ. 

રાહત અને બચાવ કામગીરી માટે ભારતીય વાયુસેના દ્વારા બે એમઆઈ-17 હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. ગ્રાઉન્ડ લેવલ પર રેલ્વે અધિકારીઓ સાથે સંકલન કરીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત ઘણી વધારાની બસો અને ટ્રેનના કોચની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ફસાયેલા મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન તરફ મોકલવામાં આવી રહ્યા છે.

Total Visiters :91 Total: 852216

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *