રેલ ટિકિટ સાથેના 35 પૈસાના વીમાથી મૃતકના પરિવારને દસ લાખનું વળતર મળે

Spread the love

આઈઆરસીટીસી વેબસાઈટના અનુસાર આ મુસાફરી વીમો  રેલવે એક્ટ 1989 મુજબ નક્કી કરવામાં આવ્યો છે

બાલાસોર

ઓડિશાના બાલાસોરમાં ગઈકાલે એટલે કે 2 જૂને એક ભયાનક રેલ્વે અકસ્માત થયો હતો, જેમાં 280 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. દુર્ઘટના સ્થળ પર હજુ પણ બચાવ કાર્ય ચાલુ છે. પરંતુ હવે સવાલ એ ઉભો થાય છે કે જે લોકોના મૃત્યુ થયા છે અને જે લોકો ઘાયલ થયા છે તેમને સરકાર અને રેલવે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા કેટલી સહાય આપશે. અહીં એ રેલ્વે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કંપનીની વાત કરવામાં આવે છે જે તમે ટિકિટ બુક કરાવતી વખતે 35 પૈસામાં આપીને ખરીદો છો.

જ્યારે પણ તમે રેલ્વે ટિકિટ ઓનલાઈન બુક કરો છો, ત્યારે તમને ટિકિટની સાથે ટ્રાવેલ ઈન્સ્યોરન્સ લેવાનો વિકલ્પ પણ મળે છે, જેની કિંમત માત્ર 35 પૈસા છે. હવે સવાલ એ ઊભો થાય છે કે, ઓડિશા બાલાસોર રેલ્વે અકસ્માતમાં જીવ ગુમાવનારા અને ઘાયલોને આ પ્રવાસ વીમાનો શું ફાયદો થશે. જો તમે ટિકિટ બુક કરાવતી વખતે આ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લો છો, તો અકસ્માતમાં જો મૃત્યુ થાય છે તો, તમારા પરિવારના સભ્યોને વીમા કંપની તરફથી 10 લાખ રૂપિયાનું વળતર મળે છે. આઈઆરસીટીસી વેબસાઈટ જણાવે છે કે, આ મુસાફરી વીમો  રેલવે એક્ટ 1989 મુજબ નક્કી કરવામાં આવ્યો છે.

રેલ્વે ટિકિટ બુક કરાવતી વખતે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેનારા લોકોના સંબંધીઓને મુસાફરના મૃત્યુ બાદ 10 લાખ રૂપિયાનું વળતર મળે છે. તે જ સમયે, જે યાત્રી દુર્ઘટનામાં સંપૂર્ણ રીતે અશક્ત છે તેને પણ 10 લાખ રૂપિયાનું વળતર મળે છે. જ્યારે, આંશિક કાયમી અપંગતાના કિસ્સામાં, મુસાફરને 7.5 લાખ રૂપિયાનું વળતર મળે છે. બીજી બાજુ, જો તમે રેલ્વે અકસ્માતમાં ઘાયલ થાઓ છો, તો તમને હોસ્પિટલ ખર્ચના અનુસંધાનમાં  2 લાખ રૂપિયાનું વળતર મળે છે.

માત્ર ટ્રાવેલ ઇન્સ્યોરન્સ લેવાથી તમને વળતર નહીં મળે, આ માટે કેટલીક મહત્વની શરતો છે જે તમારે પૂરી કરવી પડશે, તે પછી જ તમને આ ટ્રાવેલ ઇન્શ્યોરન્સમાંથી વળતર મળશે. આઈઆરસીટીસીની વેબસાઈટ અનુસાર આપવામાં આવેલી આ સુવિધા માત્ર ઈ-ટિકિટ બુક કરાવનારાઓને જ લાગુ પડે છે. એટલે કે આ તમને ત્યારે જ મળશે જ્યારે તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવશો. બીજું, જો એક પીએનઆર નંબર પરથી બુક કરાયેલી તમામ ટિકિટ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવામાં આવે છે, તો તે તમામ ટિકિટો પર સમાન રીતે લાગુ થશે. મુસાફરી વીમાની આ સુવિધા માત્ર કન્ફર્મ, સીએનએફ અથવા આરએસી ટિકીટો માટે જ છે.

Total Visiters :90 Total: 711481

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *